મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડતા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે ભાવુક થઈ જતા હશો. મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા લગ્ન પ્રસંગમાં થયેલા ઝઘડાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં લગ્ન પ્રસંગમાં ખાવામાં પાપડ ન મળવાના કારણે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો. આ ઝઘડો કરનાર બીજા કોઈ નહીં પરંતુ વરરાજા ના મિત્રો જ હતા. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના કેરળમાં એક લગ્ન પ્રસંગમાં બની હતી. ઝઘડાનું કારણ એક માત્ર પાપડ હતો.
મળતી માહિતી અનુસાર લગ્નમાં જમનવાર વખતે વરરાજાના મિત્રોએ જ્યારે પાપડ વધુ માંગ્યા ત્યારે પીરસવા વાળાએ પાપડ આપવાની ના પાડી હતી. જેના કારણે વિવાદ થઈ ગયો હતો. સૌપ્રથમ વરરાજાના મિત્રો અને પાપડ પીરસવા વાળા વચ્ચે બોલાચાલી થઈ અને જ્યોત જોતામાં આ બોલા ચાલી ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.
ઝઘડો એટલો વધી ગયો કે લગ્નમાં હાજર લોકો બથોબથ આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મામલો આટલો વધી ગયો હતો કે છેવટે પોલીસને બોલાવી પડી હતી પોલીસ આવ્યા બાદ આ મામલો શાંત પડ્યો હતો.
એક પાપડના કારણે આટલો મોટો ઝઘડો થઈ ગયો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઝઘડો એટલો વધી ગયો કે લગ્નમાં હાજર લોકો ખુરશી અને ટેબલ એકબીજા ઉપર ફેકવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તો ડાઇનિંગ ટેબલ પાસે રાખવામાં આવેલી ડોલ પણ ઉછાળી હતી.
In the great 100% literate state of Kerala, a fist fight broke out at a wedding after friends of the bridegroom demanded papad during the feast. This triggered a verbal spat and ended up in an ugly brawl. No wonder Mallus belo papad. 😆 pic.twitter.com/HgkEUYMwfy
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) August 29, 2022
આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર Rakesh Krishnan Simha પોતાના એકાઉન્ટમાં શેર કર્યો છે. તેમને કેપ્શન માં લખ્યું છે કે, સો ટકા સાક્ષરતા ધરાવતા રાજ્યમાં વરરાજાના મિત્રોએ તહેવાર દરમિયાન પાપડની માંગણી કર્યા પછી લગ્નમાં ઝઘડો થયો હતો. આ ઘટનામાં 10 જેટલા લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment