સુરત શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે આ ઘટના બની હતી. અંગત અદાવતમાં અજાણ્યા યુવકોએ કેતન રમેશ હેડાઉ નામના યુવક પર ધારદાર વસ્તુ વડે 7 થી 8 વખત પ્રહાર કર્યા હતા.
ત્યારબાદ અજાણ્યા યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના બની આબાદ આસપાસના લોકો કેતનને સારવાર માટે તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કેતનનું મૃત્યુ નીપજ્યું હતું. કેતનનું મૃત્યુ થતાં જ તેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને સુરત પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલા કેતન ના પિતા રમેશભાઈ જણાવ્યું કે, મારા ફોનમાં મારા દીકરાના મિત્રનો ફોન આવ્યો કે, કેતન પર ધારદાર વસ્તુ વડે પ્રહાર થયા છે. તેની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેને અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છીએ.
કેતનને 108 ની મદદ થી સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મને સમાચાર મળ્યા કે સામાન્ય સારવાર બાદ મારા દીકરાનું મૃત્યુ થયું હતું. કેતન ના પિતાએ જણાવ્યું કે મારો દીકરો એર ઇન્ડિયામાં નોકરી કરતો હતો. તે નોકરીએ ચડ્યો તેના છ મહિના જ થયા હતા.
કેતનના પિતાએ વધુમાં જણાવ્યું કે, અમારી પોલીસ અને સરકાર પાસેથી એક જ માંગ છે કે, આવું કોઈ બીજાની સાથે ન થાય. મારા દીકરાનો જીવ કોને લીધો તેની ખબર નથી. પરંતુ પાંચેક મદ્રાસીઓએ જીવ લીધો છે તેવું જાણવા મળ્યું છે.
મારા દીકરાના કાન ગરદન અને હાથના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. કેતન ના પિતાએ કહ્યું કે અમને ન્યાય મળે તે જ અમારી માંગ છે. જેથી આવી ઘટના બીજા કોઈ સાથે ન બને.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment