મિત્રો ગણપતિ મહોત્સવના દરમિયાન અનેક સ્ટંટ કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ ઘણી વખત ઘણા યુવકો ઉત્સાહમાં આવીને જોખમી સ્ટંટ કરવા લાગે છે. પરંતુ તે અમુક વખત તેમના પર જ ભારે પડી જતા હોય છે. ત્યારે તેઓ જ એક લાલબત્તી સમાન કિસ્સો સુરત શહેરમાં બન્યો છે.
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિ આગમન યાત્રામાં એક યુવકને આગ સાથે સ્ટંટ કરવો ખૂબ જ ભારે પડી ગયો હતો. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિ આગમન સમયે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.
આ દરમિયાન એક યુવક ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો હતો. ત્યારે આ યુવક સાહસ કરીને આગ સાથે સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના મોઢા ઉપર અને શરીરના ભાગે આગ લાગી ગઈ હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
યુવક પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. ગણપતિ આગમન વખતે ઢોલ નગારા વાગી રહ્યા હોય છે અને આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો ખૂબ જ ઉત્સાહમાં હતા.
ત્યારે અચાનક જ આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર યુવકના શરીર પર આગ લાગ્યા બાદ તે પોતાનું ટીશર્ટ ઉતારી નાખે છે. તેના કારણે તેના શરીર પર લાગેલી આગ બુજાઈ ગઈ હતી. સ્ટંટ કરનાર યુવકને આ ઘટનામાં સામાન્ય ઇજા પહોંચે છે.
સુરતમાં ગણપતિ આગમન યાત્રામાં આગ સાથે સ્ટંટ કરી રહેલા યુવક સાથે બન્યું એવું કે – વીડિયો જોઈને તમારા રુવાટા ઉભા થઈ જશે… pic.twitter.com/UqPbiGuOY6
— GUJJU ROCKZ (@gujju_rockz) August 31, 2022
આટલા જ માટે મિત્રો કોઈ પણ દિવસ ભારે ઉત્સાહમાં આવીને આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવા જોઈએ કારણકે આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં નાખી શકે છે. મિત્રો કોઈ પણ દિવસ આવા જોખમી સ્ટંટ કરતા પહેલા પોતાના માં-બાપનું વિચારજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment