હાલમાં તો અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ઘણી વખત આવી ગંભીર અકસ્માતની ઘટનાઓમાં મનુષ્યની સાથે સાથે મૂંગા પશુઓ પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ રીતે ઘટના સામે આવી છે.
જેમાં કરંટ લાગવાના કારણે એક ભેંસનું મૃત્યુ નીપજો છે. આ ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ફુલેત્રા રોડ ઉપર આ દુઃખદાયક ઘટના બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, એક ટ્રક અહીં રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.
આ રોડ ઉપર વરસાદી માહોલ અને તોફાની પવનના કારણે ઉપર બાંધવામાં આવેલા ઈલેક્ટ્રીક વાયર નીચે આવી ગયા હતા. જેના કારણે પુરપાડ ઝડપે જઈ રહેલો ટ્રક જ્યારે વાયરોની નીચેથી પસાર થાય છે. ત્યારે ઈલેક્ટ્રીક વાયર ટ્રકમાં ભરાઈ ગયો હતો. જેના કારણે ઈલેક્ટ્રીક વાયર તૂટીને નીચે પડ્યો હતો.
આ દરમિયાન રોડની બાજુમાં આવેલા વાડામાં બાંધેલી એક ભેંસ ઉપર આ ઈલેક્ટ્રીક વાયર પડ્યો હતો. વાયર પરતાજ ભેંસને જોરદાર કરંટ લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર આ વાડી એક રબારી યુવકની છે. લાલાભાઇ માલાભાઈ નામના રબારી યુવક વર્ષોથી ઘણી બધી ભેંસો રાખે છે.
તેમને ભેંસને બાંધવા માટે નો વાડો પણ કર્યો હતો. ભેંસની ઉપર ઇલેક્ટ્રીક વાયર પડતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને ભેંસ તડપી તડપીને મૃત્યુ પામી હતી. આ ઘટનાની જાણ થતા લાલાભાઇ તાત્કાલિક ત્યાં પહોંચી આવ્યા હતા. અને લાલાભાઇ બૂમાબૂમ કરવા લાગ્યા હતા.
તેથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભેંસના મૃત્યુ થયા બાદ લાલાભાઇ જીઈબીના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. અને આસપાસના લોકોએ મળીને ટ્રક ચાલકને પણ ઉભો રાખ્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment