મિત્રો આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુજરાતમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. સંતરામપુરા જિલ્લાના નાના ખેરવાના રાયસીંગભાઇ નાગજીભાઈ બામણીયાની દીકરીએ પોતાના દીકરા સાથે કુવામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. રાયસીંગભાઇની દીકરીનું નામ અસ્મિતા હતું.
અસ્મિતના લગ્ન નાના અંબેલામાં રહેતા મોધજીભાઈ ભૂંડાભાઈ ડામોરના દીકરા સંજય સાથે 2019 માં થયા હતા. તેમના લગ્ન સમાજના તમામ રીતિ રિવાજો મુજબ થયા હતા અને સસરા મોધજીભાઈ, સોમલીબેન તથા નણંદ સુરેખા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર અસ્મિતાનો પતિ સંજય કામ ધંધો ન કરતો હોવાથી અસ્મિતા સાથે અવારનવાર નાની-નાની બાબતમાં ઝઘડો થતો હતો.
આટલું જ નહીં પરંતુ અસ્મિતાના સસરા, સાસુ અને નણંદ સંજય નો સાથ આપીને અવારનવાર અસ્મિતાને રસોઈ બનાવતા આવડતી નથી તથા કંઈ કામ આવડતું નથી તેમ કહીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે અસ્મિતા પોતાના પિતાને ઘરે ચાલી ગઈ હતી.
ત્યારબાદ પિતાએ સમજાવીને અસ્મિતાને ફરીથી સાસરે મોકલી હતી. મળતી માહિતી અનુસાર 24 ઓગસ્ટના રોજ અસ્મિતા અને તેનો દીકરો સિદ્ધાર્થ ઘરે ન હતા. તેથી તેનો પતિ તપાસ કરવા માટે સાસરીમાં ગયો હતો. પરંતુ અસ્મિતા અને તેનો દીકરો ત્યાં પણ ન હતા. ત્યારબાદ સંજય અન્ય જગ્યાઓ પર પણ તપાસ શરૂ કરી હતી.
પરંતુ બંનેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ 26 ઓગસ્ટના રોજ અસ્મિતા અને તેના દીકરાનું મૃતદેહ ઘરની નજીક કુવામાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અસ્મિતાના મૃત્યુ અંગે સંતરામપુરા પોલીસ મથકે તેના પતિ સંજય, સસરા મોધજીભાઈ, સાસુ સોમલીબેન તથા નણંદ સામે શારીરિક તથા માનસિક ત્રાસના કારણે મૃત્યુ નીપજતા ફરિયાદ નોંધાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment