સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણા એવા વિડીયો વાયરલ થતા નજરે પડે છે,જેમાં ઘણા એવા વિડીયો રમુજી હોય છે તો ઘણા એવા વિડીયો કે જે સૌ કોઈનું દિલ જીતી લેતા હોય છે, ત્યારે હાલ તો આપણે સૌ જાણીએ છીએ કે આ દિવસોમાં ફૂડ ડિલિવરી એજન્ટો ના વિડીયો ઘણીવાર વાયરલ થયેલા નજરે પડે છે.તેઓ દરેક વ્યક્તિ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરતા હોય છે.
એવામાં જ હાલ એક એવો વિડિયો વાયરલ થયેલો નજરે પડ્યો છે કે જેમાં એક જ zomato ડીલીવરી મહિલા કે જેણે સૌ કોઈ લોકોનું દિલ જીતી લીધું.વાત જાણે એમ છે કે આ મહિલા જોમેટો ડીલીવરી માં કામ કરે છે ત્યારે તમે એ વિડીયો જોશો તો તમે પણ સલામ કર્યું છે ત્યારે એ મહિલા તેના બે બાળકો સાથે ભોજન પહોચાડતી જોવા મળે છે.
જે દરેક લોકોના દિલને સ્પર્શ કરી જાય તેવો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલો છે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલો નજરે પડ્યો છે, ત્યારે એ મહિલા સાથે બે બાળકોને જોઈને ફૂડ ઓર્ડર કરનાર વ્યક્તિ પણ કહે છે કે બે બાળકો સાથે ફૂડ પહોંચાડવાનું એ ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે.
પરંતુ તમને સલામ છે કે તમે પોતાના બે બાળકોને સાથે લઈને એ પણ મહિલા પોતાની પીઠ પર zomato બેગ લટકાવી રહી છે અને એ માસુમ દિકરી ખોળામાં છે. તાજેતરમાં જ આપણે સૌ જાણીએ છીએ કે એક દિવ્યાંગ ફૂડ ડિલિવરી નો વિડીયો પણ વાયરલ થયેલો નજરે પડ્યો હતો. ત્યારે તેના વખાણ કરતા પણ કોઈ થાકતું ન હતું એમ જ હાલ આ મહિલાના વિડીયો એ સૌ કોઈના દિલમાં જગ્યા બનાવી લીધી છે.
એવામાં એ વીડિયોમાં તમે જોશો તો એ મહિલા એક બાળકીને ખોળામાં પકડી લીધી છે અને બીજું બાળક તેની આંગળી પકડીને ઉભું છે અને ફૂડ ડિલિવરી ની બેગ જે તેને પીઠે પાછળ લટકાવી છે. આ મહિલાના વખાણ કરીએ એટલા ઓછા પડે. આ વીડિયોને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @foodclubbysaurabhpanjwani નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
જેને 10 લાખ 43 હજારથી વધુ પણ લાઇક મળી ચૂકી છે અને ઘણા એવા ઇન્સ્ટાગ્રામ યુઝર્સ લોકોએ પ્રતિભાવ પણ આપ્યા છે કે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પણ એ મહિલા zomato ડીલીવરી કરી રહી છે જેને સલામ છે,ત્યારે કહેવાય છે ને કે જો વ્યક્તિ ધારે તો શું કરી ન શકે. એ જ કહેવતને સાર્થક કરતી આ મહિલાને હાલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી લાઇકો મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment