અમદાવાદમાં પોલીસ ચોકી માંથી પિસ્તોલ સાથે બહાર આવીને યુવકે એવો વિડિયો બનાવ્યો કે…વિડીયો થઈ ગયો વાયરલ…

Published on: 6:33 pm, Thu, 25 August 22

હાલ તો એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વાયરલ થયેલો નજરે પડ્યો છે જે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે.કારણ કે અમદાવાદમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે કે પછી વિડીયો બનાવવા માટે લોકો કોઈપણ હદ સુધી પહોંચી જતા હોય છે, ત્યારે હાલ અમદાવાદ શહેરના રખિયાલમાં આવેલા ચારોડીયા પોલીસ ચોકીમાં એક વ્યક્તિએ પંજાબી સોન્ગ ના બેગ્રાઉન્ડમાં ગન સાથે વિડીયો બનાવીને શેર કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એટલું જ નહીં પરંતુ આ વીડિયોમાં જાણે પોલીસ ચોકીનો મુખ્ય અધિકારી જ હોય તે પ્રકારનું વર્તન કરી રહેલો એ વ્યક્તિએ અનુપમ પાસે બનેલા નવા બ્રિજ પર પણ આવો ગંદ સાથે વિડીયો અપલોડ કર્યો છે. તેથી જ લોકો પણ આવા રીલ અને વિડીયો બનાવવા માટે ગાંડા ની જેમ કંઈ પણ હદ સુધી પહોંચી જતા હોય છે.

ત્યારે હાલ તો રખિયાલ વિસ્તારમાં આ યુવક દ્વારા બનાવવામાં આવેલા એ વિડીયો સામે પોલીસની બેદરકારી સામે આવી રહી છે, ત્યારે હાથમાં ગન લઈને ચારણીયા ચોકીમાંથી બહાર નીકળતો એ વ્યક્તિ જાણે ફિલ્મ સ્ટારમાં વિડીયો બનાવી રહ્યો હોય તે રીતે જ બહાર આવ્યો અને તેમાં પણ બેગ્રાઉન્ડમાં પંજાબી સોન્ગ વગાડી રહ્યો છે.

આવો એક નહીં પરંતુ ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. હાલ તો આ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલી રીલ કે જે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. કારણ કે અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એ ચારડીયા ચોકડી નો વિડીયો કે જે પોલીસને શરમમાં મૂકે એવો સાબિત થયો છે.

ત્યારે થોડા દિવસ અગાઉ જ અપલોડ થયેલા વીડિયોને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈને ખબર ન હોય એવું લાગી રહ્યું છે.એટલું જ નહીં પરંતુ આ વિડીયો મૂકનાર વ્યક્તિની હિંમત કેટલી હશે કે જેણે પોલીસ ચોકીનો દરવાજો ખોલીને બહાર આવતો હોય અને પોતાને સેલિબ્રિટી સમજીને અથવા તો ફિલ્મ સિટીમાં કામ કરી રહ્યો હોય એ રીતે એન્ટ્રી કરતો કરતો બહાર આવ્યો .

જાણે પોલીસનો કોઈ ખૂબ જ ન હોય એ રીતે હાથમાં ગન લઈને વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. તેમાં પણ થોડી ઘણી પોલીસની બેદરકારી પણ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ તો આ વીડિયોને લઈને પોલીસ ઇન્સ્પેક્ટરને પણ જાણ ન હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો સમગ્ર શહેરમાં આ વીડિયોને લઈને ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એ અમદાવાદ ચારણીયા પોલીસ ચોકીમાં પંજાબી સોંગ બેગ્રાઉન્ડમાં પિસ્તોલ સાથે બનાવેલો એ વિડીયો ખૂબ જ વાયરલ થયેલો નજરે પડ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં પોલીસ ચોકી માંથી પિસ્તોલ સાથે બહાર આવીને યુવકે એવો વિડિયો બનાવ્યો કે…વિડીયો થઈ ગયો વાયરલ…"

Leave a comment

Your email address will not be published.


*