સોશિયલ મીડિયામાં સતત TRBના જવાનના લાંચ માંગતા વિડિયો વાયરલ થઇ રહ્યા છે. જામનગર, સુરત સહિત રાજ્યભરના અનેક શહેરોમાં TRB જવાનોના ગેરવર્તન અંગેના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં TRB જવાનનો લાંચ માગતો હોવાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર વડાલી નજીક લાંચ માંગતા TRB જવાનનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. TRB જવાનને કાયદાનો કોઈ ડર ન હોય તેવી રીતે વાહન ચાલક પાસે 4000 રૂપિયાની માંગણી કરી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, TRB જવાન વાહન ચાલકને સૌપ્રથમ ઉભો રાખે છે અને ત્યારબાદ તેની પાસેથી ₹4,000 ની માંગણી કરે છે. ત્યારે કારમાં બેઠેલો વ્યક્તિ ₹500 માં પતાવટ કરવાની વાત કરે છે. આટલું જ નહીં પરંતુ TRB જવાને વિડીયો રેકોર્ડ કરનાર કારમાં સવાર વ્યક્તિ નો ફોન પણ લઈ લીધો હતો.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા જ લોકો TRB જવાનની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠાવી રહ્યા છે. આ ટીઆરબી જવાનના કારણે પોલીસની છબી પણ ખરાબ થઈ રહી છે.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પગલા ભરે તે માટે લોકોએ માંગ ઉઠાવી છે. થોડાક સમય પહેલા જ્યારે સુરતના સરથાણા વિસ્તારમાં વાહન ચાલકો પાસે દંડ ઉઘરાવતા અધિકારીઓનો વિડીયો એડવોકેટ મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે તેમના પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ એક જ ઝાટકામાં 37 જેટલા ટીઆરબી જવાનોને ડિસમિસ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment