લગ્નના સાત મહિનામાં જ 23 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો, સસરા સાથે લફરું…જાણો સમગ્ર ઘટના…

ગાંધીનગરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગાંધીનગરના રાંધેજાની 23 વર્ષીય મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંક આવી લીધું છે. મહિલાએ લગ્નના 7 મહિના બાદ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર લગ્નના એકાદ મહિના પછી સસરા સાથે લફરું હોવાનો વહેમ રાખી મહિલાનો પતિ અને તેના સાસુ તેને સતત મેણાટોણા મારીને ત્રાસ આપતા હતા.

સાસરિયાઓના શારીરિક માનસિક ત્રાંસથી કંટાળીને દીકરીએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરીને મૃતકના પિતાએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાસુ અને પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને મૃત્યુની ચાદર ઓઢી લીધી છે. મળતી માહિતી અનુસાર ગોઝારીયા ખાતે રહેતા શૈલેષભાઈ અંબાલાલ પટેલ ગોઝારીયા ગામમાં ટાવર ચોકમાં ઉમિયા માતાજીના મંદિરની સામે ઉમિયા સાયકલ સ્ટોર્સ પર બેસી સાયકલ રીપેરીંગનો ધંધો કરે છે.

તેમની એકની એક દીકરી હેતલના લગ્ન સાત મહિના પહેલા ગાંધીનગરના રાંધેજા રહેતા બળદેવભાઈ કાંતિભાઈ પટેલના દીકરા ધ્રુમિલ સાથે રીતે રિવાજ સાથે થયા હતા. લગ્ન બાદ એકાદ મહિના હેતલનું લગ્ન જીવન બરોબર ચાલી રહ્યું હતું. પરંતુ સાત મહિનામાં હેતલ ત્રણ વખત પિયરમાં ગઈ હતી.

પિયરમાં હેતલે કહ્યું હતું કે, તેના સાસુ વિમળાબેન સસરા બળદેવભાઈ સાથે લફરું હોવાની શંકા રાખીને મેણા ટોણા મારી કામ બાબતે વાંધા વચકા કાઢી ત્રાસ આપતા હતા તેવું કહેતી હતી. હેતલ કહેતી હતી કે, તેનો પતિ આ બાબત પર તેને માનસિક રીતે ત્રાસ આપતો હતો. આ ઉપરાંત તેની નણંદ રોશની કામકાજ બાબતે પણ તેને સતત હેરાન પરેશાન કરતી હતી.

હેતલ જ્યારે પિયરમાં આવે ત્યારે તેના પિતા તેને સમજાવીને બધું સરખું થઈ જશે તેમ કહીને સાસરિયામાં મોકલી આપતા હતા. ત્યારબાદ સતત સાસરિયાંઓના ત્રાસથી કંટાળીને હેતલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ હેતલને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

હેતલના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને પંચનામું નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*