અમદાવાદમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં બનેલી જીવ લેવાની ઘટનાઓ અનેક વખત બની ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓ અચાનક ઝઘડી પડ્યા હતા.
આ ઝઘડામાં વચ્ચે પડેલા યુવકનો ધારદાર વસ્તુ વડે જાહેરમાં જ જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. ત્યારે પરિવારના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો શહેરના માધુપુરના તવાડીપૂરમાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી છે કે, રક્ષાબંધનના દિવસે તમામ પરિવારના લોકો તેમના ઘરે ભેગા થયા હતા.
ત્યારે લગભગ રક્ષાબંધનના દિવસે 08:00 વાગ્યાની ચાલીમાં રહેતા બલરામ ઠાકોરને ત્યાં રહેતા હિમાંશુ સાથે ચાલીના નાખે ઝઘડો થયો હતો. ત્યારે પરેશ બલારામ નામના યુવકે હિમાંશુને ઝઘડો બંધ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન અન્ય લોકો ત્યાં આવી પહોંચ્યા તેથી બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર બીજા દિવસે પરેશ તેના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કંઈ નહીં ઘરેથી નીકળ્યો હતો. થોડીક વાર બાદ ભત્રીજો રડતો રડતો ઘરે આવે છે અને કહેવા લાગે છે કે, હીમાંશુએ ધારદાર વસ્તુ વડે ચાચુ ઉપર પ્રહાર કર્યા છે. ત્યારબાદ પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા પરેશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
ત્યાં હાજર ડોક્ટરે પરેશને મૃત જાહેર કર્યો હતો. પરેશના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી ન પકડાતા પરિવારના લોકોએ પરેશનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment