રક્ષાબંધનના દિવસે ભાઈના ઘરેથી પરત ફરતી વખતે, બહેન અને તેના પતિને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના કરુણ મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ

Published on: 11:39 am, Sat, 13 August 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં પતિ-પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના હરિયાણાના યમુનાનગરમાં બની હતી.

સામેથી બાઈક પર જઈ રહેલા વૃદ્ધ પતિ-પત્નીને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ પતિ-પત્ની ઉછળીને રોડ પર પડ્યા હતા. જેમાં બંનેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 63 વર્ષીયા ચંદ્રભાન અને તેમની 60 વર્ષીયા પત્ની લક્ષ્મીદેવીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ચંદ્ર ભાન રક્ષાબંધન પર પોતાની પત્ની લક્ષ્મીદેવી સાથે પ્રતાપ નગરમાં આવેલ સાસરેથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગામથી થોડીક દૂર ઉપાડ પર ઝડપે આવી રહેલા ટ્રકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ચંદ્રભાનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લક્ષ્મીદેવીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને ચંદ્રભાનના પરિવારજનોએ જણાવ્યું કે, દર વર્ષે ચંદ્રભાન પોતાની પત્ની લક્ષ્મીદેવી સાથે રક્ષાબંધન પર તેમના સાસરે જતા હતા. ટ્રક ચાલકે સામેથી બાળકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પતિ પત્નીના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટ્રક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદી થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રક્ષાબંધનના દિવસે ભાઈના ઘરેથી પરત ફરતી વખતે, બહેન અને તેના પતિને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના કરુણ મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*