માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : સુરતમાં 5 વર્ષની દીકરી રમતા-રમતા અચાનક ઉલટી કરવા લાગી, માતા-પિતા દીકરીને હોસ્પિટલ લઈ ગયા ત્યારે…

Published on: 12:18 pm, Sat, 13 August 22

હાલમાં બનેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો દરેક માતા-પિતાઓ માટે ચેતવણી રૂપ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સિક્કો ગળી ગઈ હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં ડોક્ટરોએ બાળકીના ગળામાં ફસાયેલો સિક્કો બહાર કાઢીને બાળકીનો જીવ બચાવી લીધો હતો. સિક્કો બહાર નીકળ્યો ત્યારબાદ બાળકીના માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી અનુસાર બાળકીના અન્નનળીમાં સિક્કો ફસાઈ ગયો હતો. ત્યારબાદ ઈએનટી ડોક્ટર હોય ફસાયેલો સિક્કો દૂરબીનની મદદથી બહાર કાઢ્યો હતો.

આ ઘટના લિંબાયત ગણેશનગરમાં બની હતી. અહીં રહેતા પ્રવીણભાઈ પાટીલની પાંચ વર્ષની દીકરી જાગૃતિ સિનિયર કેજી માં અભ્યાસ કરે છે. શુક્રવારના રોજ જાગૃતિ ટીવી પાસે પડેલા એક રૂપિયાના સિક્કાથી રમતી હતી. થોડાક સમય બાદ જાગૃતિને અચાનક ઉલટી થવા લાગી હતી.

ત્યારે માતાએ જાગૃતિની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તેના ગળામાં સિક્કો ફસાઈ ગયો છે. ત્યારબાદ જાગૃતિને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં જાગૃતિ નો એક્સરે પડાવવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેની અન્નનળીમાં રૂપિયાનો સિક્કો ફસાયેલો છે.

જેથી તેને ઈએનટી વિભાગમાં મોકલાય હતી. ડોક્ટરોને જાણવા મળ્યું કે સિક્કો અન્નનળીમાં ફસાયો છે. જેથી બાળકીના ગળામાં ફસાયેલો સિક્કો દૂરબીનની મદદથી કાઢવો પડે તેમ હતો. ત્યારબાદ બાળકીને બેભાન કરવામાં આવી અને દૂરબીનની મદદ થી લગભગ પાંચ મિનિટમાં બાળકીના ગળામાંથી સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો.

સિક્કો બહાર કાઢી લેતા જ પરિવાર રાહતનો શ્વાસ લીધો હતો. અઠવાડિયામાં આવા ત્રણથી ચાર બનાવ બની રહ્યા છે. જે એક ખૂબ જ ગંભીર બાબત છે. ડોક્ટર હોય માતા પિતાને સલાહ આપી છે કે જ્યારે તમારા બાળક નાના હોય ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવું કારણકે એક નાનકડી એવી ભૂલ ના કારણે તમે પોતાના બાળકનો જીવ ગુમાવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : સુરતમાં 5 વર્ષની દીકરી રમતા-રમતા અચાનક ઉલટી કરવા લાગી, માતા-પિતા દીકરીને હોસ્પિટલ લઈ ગયા ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*