બેહેને ભાઈને રક્ષાબંધનના દિવસે પોતાની લાડલી દીકરી ભાઈની ભેટમાં આપી દીધી, નિ:સંતાન ભાઈને પિતા અને ભાભીને ‘ માં ‘બનવાનું સૌભાગ્ય આપ્યું…

રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ અને બહેનના સંબંધને દર્શાવતો મહત્વનો તહેવાર.. ત્યારે બહેન નાની હોય કે મોટી હંમેશા સૌથી પહેલા તેના ભાઈ ખુશ રહે એવું જ વિચારતી હોય છે, ત્યારે આજે એક કંઈક એવો જ કીસ્સો સામે આવ્યા છે. જેમાં એક બહેને રક્ષાબંધન પહેલા તેમના ભાઈ ને પોતાનો કાળજા નો કટકો ભેટમાં આપ્યા.

વિસ્તૃતમાં જણાવતા કહીશ તો મૂળ કપડવંજના રહેવાસી એવા સાગર ભટ્ટ અને ઋત્વી ભટ્ટ કે જેમણે લગ્ન કર્યાનાં ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તેમના ઘરે પારણું બંધાવ્યું ન હતું.ત્યારે તેની ચિંતા તેની બહેન જેનું નામ સલોની કે જેને હંમેશા સતાવતી રહેતી હતી. એવામાં જ નિર્ણય કર્યો કે તે તેનું બીજું બાળક તેના ભાઈ સાગરને આપશે.

જેનાથી તેના સુના સંસારમાં ખુશીઓ આવશે.સમાજમાં પણ એક બહુમૂલ્ય ઉદાહરણ પૂરું પાડતી આ સલોનીએ રક્ષાબંધન પહેલા જ જ્યારે એ સલોનીએ જન્મ આપેલી નિર્વી નામની બાળકી કે જેને સાઉથ આફ્રિકા તેમના ભાઈ સાગર ભટ્ટને ત્યાં મામા મામી સાથે પાલક માતા પિતા નો પ્રેમ દેવકી અને યશોદાની જેમ મેળવી રહી છે.

ત્યારે આ સાગરના પરિવારમાં બાળકની થી અનોખો આનંદ છે. તો પરિવારમાં પણ ખુશીઓ છવાઈ ગઈ. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે આ સલોની ને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમને એવું થયું હતું કે તેમના ભાઈના ઘરે લગ્નના ઘણા વર્ષો વિતી ગયા છતાં કોઈ સંતાન પ્રાપ્તિનું સુખ હતું જ નહીં.

તેથી તેમણે નિર્ણય કર્યો હતો કે તેને એક દીકરો તો છે જ જ્યારે બીજા બાળકને જન્મ આપશે ત્યારે તેના ભાઈનો પરિવાર પૂર્ણ થાય તેવા હેતુથી તેને એ બાળક આપી દઈશ. જેનાથી તેના ભાઈનો પરિવાર પણ હર્યોભર્યો રહે. આ વાતથી લઈને સલોનીના ભાભીને પણ હરખના આંસુ સરી પડ્યા હતા. જ્યારે સલોનીએ તેના ભાભીના હાથમાં એ બાળક સોપ્યું ત્યારે હરેકના આંસુએ રડવા લાગ્યા હતા અને ખુશીનો પાર ના રહ્યો હતો.

હાલ જો વાત કરવામાં આવે તો સલોની ના ભાઈ સાગર અને ઋત્વી જેવો હાલ આફ્રિકામાં રહે છે અને સારી રીતે એ દીકરીની સાર સંભાળ રાખી રહ્યા છે, ત્યારે આ ભાઈ બહેનનો પ્રેમ અમર રહે અને તેમના ભાભી ઋત્વી ભટ્ટે પણ જણાવ્યું હતું કે હાલ તેમની પાસે દીકરી છે. તેને ખૂબ જ પ્રેમ પણ આપી રહ્યા છે અને હાલ તો સલોનીના આ નિર્ણયના લીધે સમાજમાં પણ એક અનુકૂળ ઉદાહરણ પૂરું કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*