હાલ તો ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ વધી રહ્યો છે ત્યારે આજે આપણે વાત કરીશું કે જેમાં આખો પરિવાર ગુમાવનાર એવું ડીગુચાના બળદેવભાઈ કે જેઓ પોતાની વેદના જણાવી રહ્યા છે, ત્યારે હાલ તો ગુજરાતીઓ સાથે ઘણા ખરાબ બનાવો પણ બની રહ્યા છે. એવામાં હજુ પણ કેટલાય પરિવારો અને યુવાનો અમેરિકા જવાનો મોહ રાખતા હોય છે.
તેરે બળદેવભાઈ વાત કરતા જણાવ્યું છે કે અહીં કામ ઘણું છે, પણ એ કામ કોઈને પસંદ નથી અહીં લોકોને મહેનત કરવી નથી અને દેખાદેખી પણ વધી ગઈ છે. તેથી અમેરિકાથી લોકો આવે એ ત્યાં મજૂરી કરતા હોય પણ અહીં આવીને સાચું ન કહે. અહીં તો માત્ર શૂટબુટ પહેરીને મોટી મોટી વાતો કરતા હોય છે. તેથી જ તો હાલ યુવાનો વિદેશ તરફ જવા ખેંચાઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે બધા લોકો આપણો માનતા નથી અને જવાનો એટલો આગ્રહ હોય છે કે આપણે કંઈ કંઈ પણ શકતા નથી એવા માં જ તેમની પોતાના પુત્ર વિશે વાત કરતા જણાવ્યું કે તેમનો પોતાનો પુત્ર 36 વર્ષનો હતો.તે ભણેલો ગણેલો હતો અને તેમને અહીં ખેતીનું બહુ મોટું કામ છે અને ખાવા પીવાની પણ કોઈ તકલીફ નથી.પરંતુ લોકોના હિસાબે તેના પુત્ર એ અમેરિકા જવાનું નક્કી કર્યું. તેથી તેનો પરિવાર અમેરિકા જઈતી રહ્યો હતો
પરંતુ થોડા સમયમાં જ એ પરિવારમાં એવી દુર્ઘટના આવી બની હતી કે હજુ પણ એ પરિવારને યાદ કરીને રાતોની રાતો નીકળી જાય છે. એટલું જ નહીં પરંતુ એટેક આવે તેવી સ્થિતિ પણ સર્જાઈ જાય છે.આ બળદેવ ભાઈએ કહ્યું કે તેમની બેબી હતી જે ગોપી સાતમાં ભણતી હતી. ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી તેઓ હાલ એકએક પ્રસંગો યાદ કરીને ક્યારેક તો ભાવ પણ થઈ જતા હોય છે.
એ પરિવાર સાથે વિતાવેલી એક એક પણ યાદ કરતા બળદેવભાઈ અહીં વાત કરતાં જણાવ્યું છે કે તેમની સાથે વિતાવેલી એ લાસ્ટ મોમેન્ટ જ કહેવાય ને એ બધી એ બધાની બહુ યાદ આવે છે. પણ શું કરું. જ્યારે એ બળદેવભાઈ નો દીકરો જગદીશ ભાઈના ભાઈ એવા મહેન્દ્રભાઈ સાથે વાત કરી ત્યારે તેઓ વાત કરવાની સ્થિતિમાંજ નહોતા કે તરત જ અમારો આખો પરિવાર આજની તારીખે પણ એ આઘાત માંથી બહાર આવી શકતો નથી એ વાતને લઈને હંમેશા ભાવુક થઈ ઉઠીએ છીએ.
વધુમાં જણાવતા કહ્યું કે જ્યારે તેઓ જગદીશભાઈ અને તેમના પરિવારની અંતિમવિધિ કરવા માટે કેનેડા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમને એરપોર્ટની બહાર જ ના નીકળવા દેવાતા તેમને ખૂબ જ દુઃખ થયું હતું અને પરત ફર્યા હતા, ત્યારે એ કેનેડામાં રહેતા પિતરાઈ ભાઈએ જ જગદીશભાઈ અને તેમના પરિવારની અંતિમવિધિ પૂરી કરી હતી. તેથી હાલ પણ તેઓ પોતાના પરિવારને યાદ કરીને રડી પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment