નાનકડી ભૂલ ભારે પડી ગઈ…! બાઈક પર સવાર યુવક બાઈક સાથે ખાડામાં… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે

ઇન્ટરનેટની દુનિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાક વિડીયો ખૂબ જ ફની હોય છે અને કેટલાક વીડિયો જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક વિડિયો ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

જેમાં એક બાઈક ચાલકની નાનકડી એવી ભૂલના કારણે તે એક ખાડામાં ખાબકે છે. વાયરલ થઈ રહેલો વિડિયો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઈક પર સવાર થઈને બાઈક પાછળની તરફ લઈ જઈ રહ્યો છે.

આ દરમિયાન બાઈક ચાલક સાથે કંઈક એવું બને છે કે બાઈક ચાલકનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈક ચાલક બાઈક રિવર્સ લઈ રહ્યો છે, ત્યારે તે પાછળ એક ઊંડા ખાડામાં પડી જાય છે. બાઈક ચાલક યુવક બાઇકની સાથે તે ખાડાની અંદર પડે છે.

વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ ખાડો ઊંડો હશે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર why men live less નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. 18000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે.

વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો તો બાઈક ચાલકને સલાહ આપી રહ્યા છે કે, બાઈક ચલાવતી વખતે આજુબાજુ ધ્યાન જરૂર રાખવું જોઈએ નહીંતર એક નાનકડી એવી ભૂલના કારણે આપણો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*