અમદાવાદમાં ST બસે રીક્ષાને લગાવી જબરદસ્ત ટક્કર, રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 4:23 pm, Wed, 10 August 22

અમદાવાદમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટના એસટી બસ ચાલકે રિક્ષાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં 60 વર્ષ નિલેશભાઈ નામના રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કે, બસની ટક્કર બાદ રીક્ષા રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી.

આ ટક્કરમાં નિલેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિલેશભાઈના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ST બસ ચાલક રીક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બસ રિક્ષાને જબરદસ્ત ટક્કર લગાવે છે, જેના કારણે રીક્ષા રોડ ઉપર પલટી ખાઈ જાય છે. આ ઘટનામાં રીક્ષામાં સવાર રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

રીક્ષા ચાલકની એટલી ગંભીર પહોંચી કે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બસ ચાલકે તાત્કાલિક બ્રેક મારીને બસ ઉભી રાખી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આવો જ એક બીજો બનાવ પણ સામે આવ્યો હશે. આ બનાવમાં એક કાર ચાલકે એક સિનિયર સિટીઝનને અડફેટેમાં લીધા હતા. આ ઘટના એસજી હાઇવે નજીક બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો