મિત્રો દેશના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ તો ધોધમાર વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી છે અને અનેક જગ્યાએ તો નદીનું પાણી રોડ ઉપર આવી ગયું છે. મિત્રો તમે ચોમાસાની ઋતુમાં દર વર્ષે ઘણી તણાઈ જવાની ઘટનાઓ સાંભળી હશે.
જેમ કે કાર, બાઈક, ટ્રેક્ટર અને ટ્રક જેવા વાહનો એક નાનકડી એવી ભૂલના કારણે નદીના જોરદાર પાણીમાં તણાઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં નદીના જોરદાર પ્રવાહમાં એક ટ્રક લોકોની નજર સામે નદીમાં તણાઈ ગયું હતું.
આ દ્રશ્યો જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. ત્યાં હાજર કેટલાક લોકોએ આ ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ધામતરી શહેર સિંદૂર નદીમાં બની હતી. સિંદૂર નદીના જોરદાર પ્રવાહમાં એક ટ્રક તણાઈ ગયો હતો.
ટ્રક આંધ્ર પ્રદેશથી રાયપુર તરફ જય રહ્યો હતો. આ દરમિયાન ટ્રક ચાલક પાણીથી ભરાયેલા પુલને પાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ પાણીનો પ્રવાહ જોરદાર હોવાના કારણે ટ્રક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી બેઠે છે અને ટ્રક જોત જોતામાં નદીમાં પલટી ખાઈ જાય છે.
આ ઘટના બની ત્યારે ત્યાં હાજર કેટલાક ગામ લોકોએ ટ્રકના ડ્રાઇવરને બચાવી લીધો હતો. પરંતુ આ ઘટનામાં ટ્રક અને ટ્રકમાં ભરેલો સામાન નદીમાં તણાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પુલ પરથી ખૂબ જ જોરદાર પ્રવાહમાં પાણી પસાર થઈ રહ્યું છે.
લોકોની નજર સામે જોત-જોતામાં ટ્રક નદીના પાણીમાં તણાઈ ગતો, દ્રશ્ય જોનાર લોકોની ચીસો નીકળી ગઈ – જુઓ ઘટનાનો વિડીયો… pic.twitter.com/2562dI7EbP
— GUJJU ROCKZ (@gujju_rockz) August 10, 2022
આ દરમિયાન એક ટ્રક ચાલક ઉતાવળ કરીને પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન પાણીના પ્રવાહના કારણે ટ્રક નદીમાં પલટી ખાઈ જાય છે. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. ગામના લોકોએ ટ્રક ચાલકને બચાવી લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment