સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકે સુસાઇડ નોટમાં હર્ષ સંઘવીનું નામ લખીને, સાતમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે સુરતમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. સુરતમાં વ્યાજખોરિના ત્રાસથી શેર બજારમાં દલાલીનું કામ કરતા યુવકે સાતમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોતાનું જીવન ટૂંકાવનાર વ્યક્તિનું નામ પ્રવીણ એલ કુંભાણી હતું.

પ્રવીણભાઈ પાંચ પાનાની સુસાઇડ નોટ લખીને સાતમા માળેથી કૂદી ગયા હતા. સુસાઇડ નોટમાં પ્રવીણભાઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ન્યાય અપાવવાની પણ વાત લખી હતી. પ્રવીણભાઈ સુસાઇડ નોટમાં વ્યાજખોરોના ત્રાસ વિશેની વાતો લખી હતી. સુસાઇડ નોટ માં પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈની જેમની પાસેથી પૈસા લેવાના હતા તેઓ તેમને આપતા નહોતા અને પ્રવીણભાઈને જેને પૈસા આપવાના હતા.

તેઓ સતત પ્રવીણભાઈને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને કતારગામ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પ્રવીણભાઈને કરોડો રૂપિયા લેવાના નીકળતા હતા પરંતુ તેમને કોઈ પૈસા આપતા ન હતા. ત્યારે બીજી બાજુ વ્યાજખોરો પ્રવીણભાઈ ને ખૂબ જ માનસિક ત્રાસ આપતા હતા.

આ સમગ્ર ઘટના કતારગામ વિસ્તારમાં બની હતી. પ્રવીણભાઈ સુસાઇડ નોટમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરીને ન્યાય અપાવવાની માંગણી કરી છે. સુસાઇડ નોટ માં પ્રવીણભાઈ એવો ઉલ્લેખ કર્યો હતો કે, હર્ષ સંઘવી તેમના સારા મિત્ર છે. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “મારી સુસાઇડ નોટ. પ્રવીણ એલ કુંભાણી. હું દેવામાં આવી ગયો છું. મેં શેર બજારમાં જે લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા તે લોકો મને પૈસા નથી આપતા. વ્યાજ અને શેર બજારના ડબ્બામાં કામ કરતો હતો.

હું જે લોકોને લાખો રૂપિયા આપતો હતો. હવે મારી પાસે પૈસા નથી. આ લોકો મારી જોડે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. એટલે મેં આ પગલું ભર્યું છે. મેં વ્યાજે લીધેલા પૈસા શેર બજારમાં ભર્યા છે. આ લોકોને ભરવા માટે મારી પાસે પૈસા નથી. આથી મારા પરિવારની સલામતી માટે મેં આ પગલું ભર્યું છે. વ્યાજખોરોના લીધે હું આ પગલું ભરવા માટે મજબૂર બન્યો છું. આ લોકો મને ખૂબ જ હેરાન કરે છે.

મારા મૃત્યુનું કારણ આ લોકો છે. પોલીસને ખાસ વિનંતી કરું છું કે આ લોકોને આખરીમાં આકરી સજા થવી જોઈએ. મારા પરિવારને ન્યાય મળવો જોઈએ. પ્રવીણભાઈ લખ્યું હતું કે મારા પરિવારને વળકર અપાવજો. વધુમાં લખ્યું હતું કે સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવીને મારી અપીલ છે કે, મારા પરિવારને ન્યાય અપાવજો. પ્રવીણભાઈ ફેસબૂક માં સુસાઇડ નોટ મૂકી હતી. સુસાઇડ નોટમાં વધુમાં લખ્યું હતું કે મારા મિત્રોની અપીલ છે કે મારા પરિવાર જોડે ઉભા રહે. આ સુસાઇડ નોટ હું facebook પર ચડાવું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*