વડોદરાની નદીઓમાં મગરની સંખ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. વડોદરામાં ભારે વરસાદના કારણે નદીઓના પાણી છલકાઈને બહાર આવી ગયા છે જેના કારણે ખૂંખારમાં મગર પણ ઘણી વખત રસ્તા પર જોવા મળ્યા હતાં. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સુખડારાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં એક યુવાનનો પગ લપસતા નળીમાં પડી ગયો હતો.
યુવાન જેવો નદીમાં પડ્યો તેવો જ તેને એક ખૂંખાર મગર પાણીમાં ખેંચી ગયો હતો. નગરથી બચવા માટે યુવાને ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ તે પોતાનો જીવ બચાવી શક્યો નહીં. સતત બે કલાક સુધી મગર યુવાનના મૃતદેહને લઈને નદીમાં ફરતો જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકોએ તેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે યુવાનને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનામાં 30 વર્ષે ઇમરાન દિવાન નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.
ઇમરાન મજૂરી કામ કરે છે તે કોઈ કામ અર્થે ઢાઢર નદીના કિનારે ગયો હતો. આ સમયે તેનો પગ લપસી ગયો અને તે નદીમાં પડ્યો હતો ત્યારે નદીમાં હાજર ખૂંખાર મગરે તેની ખેંચી લીધો હતો. જેના કારણે ઇમરાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
બે કલાક સુધી મગર ઈમરાનના મૃતદેહની આજુબાજુ ફરતો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ફાયર વિભાગની ટીમે યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. આ વિડીયો વાયરલ થતા જ વડોદરાના નદી કિનારાના વિસ્તારની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઇમરાનના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment