ગોંડલમાં બાઈક રાઇડિંગનો શોખ ધરાવતા યુવકે, અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું – પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું…

ગોંડલ શહેર પથકમાં જીવ ટૂંકાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ગોંડલમાં પાંચ જીવ ટૂંકાવાના બનાવો સામે આવ્યા છે. જેના કારણે ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. ત્યારે ગોંડલના જીન લોટમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.

આ ઘટનાની જાણ થતા સીટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી. ગોંડલ જીન પ્લોટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 29 વર્ષીય ભાવિકભાઈ રાજેન્દ્રભાઈ બુધ્ધભટ્ટી નામના યુવકે અગમ્યા કારણોસર પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ભાવિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યું હતું. ઘટનાની જાણ થતા મૃતકના સદા સંબંધીઓ હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ભાવિકની માતાનું ચાર વર્ષ પહેલાં નિધન થયું હતું અને હવે ભાવિકનું મૃત્યુ થતાં પરિવારમાં તેના પિતા એકલા જ વધ્યા છે.

ભાવિકની બહેનના લગ્ન થઈ ગયા છે. ભાવિકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો પણ વિચારી રહ્યા છે કે ભાવિકે આ પગલું કયા કારણોસર ભર્યું હશે. ભાવિકે કેમ આવું પગલું ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

ભાવિક ના પિતા રાજેન્દ્રભાઈ નટ બોલ બનાવવાની કંપનીમાં કામ કરે છે અને ભાવિક એસી બનાવવાની કંપનીમાં કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર ભાવિકને બાય રાઇડિંગનો ખુબ જ શોખ હતો. ભાવિકના મૃત્યુના કારણે તેના મિત્ર મંડળમાં પણ માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*