‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ જી 6 અને 7 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે : ઇસુદાન ગઢવી

જેમ જેમ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહે છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી મીડિયા ને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી જામનગરમાં જન સંવેદના કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરશે અને વેપારીઓની સમસ્યા જાણશે. શ્રી અરવિંદ કેજરીવાલજી ખાસ કરીને MSME સેક્ટરના વેપારીઓની સમસ્યાઓ જાણશે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ જામનગર એરપોર્ટે પહોંચશે. ત્યાંથી અરવિંદ કેજરીવાલજી જન સંવેદના માટે રવાના થશે. બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ અરવિંદ કેજરીવાલ જે એક ટાઉનહોલ કાર્યક્રમમાં જામનગરના વેપારીઓ સાથે સંવેદના કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી જામનગર થી વડોદરા જવા માટે રવાના થશે. તેઓ સાંજે 5:00 વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ પહોંચશે.

ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ, અરવિંદ કેજરીવાલજી છોટા ઉદયપુરના બોડેલી વિસ્તારમાં એક વિશાળ જન સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં શ્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાતની જનતા માટે બીજી નવી ગેરંટી જાહેર કરશે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ ની બીજી ગેરેન્ટી ગુજરાતના નબળા વર્ગના ગરીબ લોકો માટે મોટું આશાનું કિરણ સાબિત થશે. અરવિંદ કેજરીવાલના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*