ગોંડલમાં દિવસેને દિવસે ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. સતત આવી ઘટના વધતા હવે એવું લાગી રહ્યું છે કે ગોંડલમાં આવી ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે ગોંડલમાંથી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. એક યુવાને વેરાવળ તળાવમાં મૃત્યુની છલાંગ લગાવી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ.
શહેરમાં છેલ્લા 15 દિવસમાં ગળાફાંસો, ઝેરી દવા તેમજ તળાવમાં પડીને પોતાનું જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ખુશાલ પરબતભાઈ નાકરાણી નામના 25 વર્ષે યુવકે અગમ્યા કારણોસર સોમવારના રોજ સાંજે વેરાવળ તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું
ખુશાલ ગોંડલ શહેરના જેતપુર રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ મોહન નગરમાં રહેતો હતો. તે માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. તેને અગમ્યા કારણોસર સોમવારના રોજ સાંજે વેરી તળાવમાં કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે ખુશાલના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં મોકલી આપ્યું હતું. ખુશાલના મૃત્યુના સમાચાર સાંભળીને હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ખુશાલે પોતાનું જીવન ટૂંકાવ્યા પહેલા પોતાની પત્ની અને મિત્રો જોડે મોબાઈલ પર વાત પણ કરી હતી.
ખુશાલે એક બે મિત્રોને એવો પણ ફોન કર્યો હતો કે વેરી તળાવ પાસે તેની બાઈક બંધ પડી ગઈ છે. તેને મદદની જરૂર છે. તેથી એક બે મિત્રો તેની મદદ કરવા માટે વેરી તળાવ પણ પહોંચ્યા હતા. મિત્રોને ત્યારે ત્યાં વેરી તળાવ પાસે ખુશાલની બાઈક અને તેનો મોબાઇલ મળ્યો હતો.
ત્યારબાદ મિત્રોએ ખુશાલના સગા સંબંધીઓ અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ખુશાલ નાકરાણીના લગ્ન અઢી મહિના પહેલા થયા હતા. ખુશાલના મૃત્યુના કારણે પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યું છે. ખુશાલે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ખુશાલ મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment