આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં દિવસેને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં MBBSની વિદ્યાર્થીની એક હોસ્ટેલના ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ હોસ્ટેલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીનીએ ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું છે. વિદ્યાર્થીની ની ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી. પોલીસની ઘટના સ્થળેથી કોઈ પણ સુસાઇડ નોટ મળી નથી. સમગ્ર ઘટના બનતા વિદ્યાર્થીનીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટના ભોપાલના AIIMSની ગર્લ્સ પીજી હોસ્ટેલમાં બની હતી. પરિવારના નિવેદન અને વિદ્યાર્થીની નો મોબાઇલ ચેક કર્યા બાદ સંપૂર્ણ ઘટનાને લઈને ખુલાસાઓ થશે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ મારિયા મથાઇ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.
તે AIIMSમાં MBBSમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે પીજી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. રવિવારના રોજ સાંજે 6.30 વાગ્યાની આસપાસ હોસ્ટેલના ત્રીજા માળે બાથરૂમની બારીમાંથી મારિયાએ મૃત્યુની છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ હોસ્ટેલના ગાર્ડસ અને અન્ય વિદ્યાર્થીનીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલી મારિયાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીની નો મોબાઇલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના ક્લાસમેટ પાસેથી જાણવા મળી રહ્યું છે કે, તે ખૂબ જ ડિપ્રેશનમાં રહેતી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, મારિયા ડિપ્રેશનની દવા પણ લેતી હતી. મારિયાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment