દવા લઈને કારમાં ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ – એક સાથે ચાર અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 11:00 am, Mon, 1 August 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર થતા 3 મહિલાઓ સહિત 4 લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો કારમાં સવાર હતા.

આ ઘટનામાં મૃતકોમાં દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને તેની પત્નીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કારમાં સવાર એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના જયપુરમાં રવિવારના રોજ બપોરે લગભગ સાડા 3.30 વાગ્યાની આસપાસ બની હતી.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, કારમાં સવાર લોકો દવા લઈને કિશોરગઢથી માંડા ભીંડી, ગોવિંદગઢ તરફ આવી રહ્યા હતા. ત્યારે ચૌમુ-રેનવાલ રોડ પર હરસોલી મોર નજીક રવિવારના રોજ બપોરે 3:30 વાગ્યાની આસપાસ ટ્રેલર અને કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય ગીતાદેવી, 65 વર્ષીય રશ્મીદેવી, 35 વર્ષીય વિમલેશ અને વિમલેશની પત્ની સુશીલા દેવીનું કરુણ મૃત્યુ થયું છે.

આ ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 50 વર્ષે રામસ્વરૂપને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ગંભીર અકસ્માતની ઘટનામાં દિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિમલેશ યાદવ અને તેમની પત્નીનું પણ કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ ઘટના બનવાના કારણે પોલીસ સ્ટેશનમાં પણ માતમ છવાઈ ગયું હતું. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો સગા સંબંધીઓ હતા. એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દવા લઈને કારમાં ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ – એક સાથે ચાર અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*