લમ્પી વાયરસમાં ગાયો ની મૃત્યુ પાછળ સંપૂર્ણ પણે ભાજપ સરકાર જવાબદાર છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ લમ્પી વાયરસના ગંભીર મુદ્દા પર વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં માતા તરીકે પૂજાતી ગાયોનું લમ્પી વાયરસ ના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. મળતા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 150 જેટલી ગાયોના મૃત્યુ થયા છે. લમ્પી વાયરસ આવવાનું હતું અને આવી પણ ગયો છતાં પણ તેના માટે કોઈ પણ પ્રકારનું વેક્સિનેશન ના થયું. આ વાયરસને લઈને કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપ સરકારે જે જરૂરી ધ્યાન આપવાનું હોય તે આપ્યું નથી. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપની સરકાર બસ દારૂ વેચવાના હપ્તા લેવા પાછળ પડી રહી, ભાજપની બેદરકારીના કારણે આજે ગુજરાત રાજ્યમાં હજારો ગાય માતાના મૃત્યુ થયા છે.

ફક્ત લમ્પી વાયરસ ના કારણે ગાયોના મૃત્યુ થયા છે તેવું નથી, પરંતુ જય વેક્સિનેશન કરવાનું હતું તેમાં એક ડોક્ટરનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો હતો. આ ઓડિયો ક્લિપમાં ડોક્ટર કહી રહ્યો હતો કે, વેક્સિનની જગ્યાએ મીઠા પાણીનું ઇન્જેક્શન ગાયોને આપી દો. ઈશુદાન ગઢવીએ કહ્યું કે અત્યાર સુધીમાં ગાય માતાના મૃત્યુનો આકડો 5000 જેટલો પહોંચી ગયો છે. કચ્છ, સૌરાષ્ટ્ર, જામનગર અને દ્વારકામાં હાલમાં આ વાયરસના કારણે મોટા પ્રમાણમાં ગાયોનું મૃત્યુ થયું છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, લમ્પી વાયરસના કારણે પાંચ હજાર ગાયો સહિત 25000 જેટલા બીજા પશુઓના મૃત્યુ થયા છે. ગાયોના મૃત્યુ પાછળ સંપૂર્ણ બેદરકારી ભાજપ સરકારની છે.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, લમ્પી વાયરસ ના કારણે અત્યાર સુધીમાં ઘણી બધી ગાયોના મૃત્યુ થયા છે. તો પણ જ્યારે ભાજપના નેતાઓ ડેરીઓના ઉદ્ઘાટન કરે છે, દુધારા પશુઓના કાર્યક્રમમાં જાય છે. ત્યારે લમ્પી વાયરસના કારણે થયેલા ગાયોના મૃત્યુ માટે એક પણ શબ્દ ઉચારતા નથી. આ કેવા પ્રકારની રાજનીતિ છે?

ઈશુદાન ગઢવીએ કહ્યું કે હું ભાજપના નેતાઓને કહેવા માગું છું કે, જો લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મૃત્યુના પર જો તમે એક શબ્દ પણ ઉચ્ચારી શકતા નથી તો બીજી વખત ગાય માતાનું નામ મોઢા પર લાવતા નહીં. હાલમાં જેટલી પણ ગાય માતાના મૃત્યુ થઈ રહ્યા છે અને ભાજપ વાળા તેના પર ધ્યાન નથી આપી રહ્યા અને અમે જો આગળ જઈને કોઈ પણ કારણોસર ભાજપના નેતાઓએ ગાય માતાનું નામ તેમના મોઢા પર લીધું તો ગુજરાતની જનતા તેમને દોડાવી દોડાવીને મારશે.

ઈશુદાન ગઢવી એ કહ્યું કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને કાર્યકર્તાઓ પાસેથી ફંડ ઉઘરાવીને અમે ગાયો માટે વેક્સિનેશનની વ્યવસ્થા કરી લઈશું, આટલી મારી ભાજપ સરકારને અપીલ છે કે, આમ આદમી પાર્ટીને ગાયો માટે મફતમાં વેક્સિનેશનની વ્યવસ્થા કરવાની છૂટ આપે તેના કારણે અમે લમ્પી વાયરસ થી થતી હજારો ગાયોના મૃત્યુ અટકાવી શકીયે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*