મિત્રો હાલમાં બનેલી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. મિત્રો તમારા ઘરનું મહિનાનું બિલ વધુમાં વધુ 3 થી 4 હજાર રૂપિયા આવતું હોય છે. પરંતુ હાલમાં એક વ્યક્તિના બે માળના મકાનનું બિલ 3400 કરોડ રૂપિયાથી પણ વધારે આવ્યું છે.
મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રધુમનસિંહ તોમરના શહેર ગ્વાલિયર માં એક વ્યક્તિના બે માળના મકાનનું લાઇટ બિલ 34 અજબ 19 કરોડ 53 લાખ 25 હજાર 293 રૂપિયા આવ્યું છે. જ્યારે લાઈટ બિલ નો મેસેજ આવ્યો ત્યારે પરિવારના લોકોને સૌપ્રથમ એવું લાગ્યું કે કંઈક ગડબડ હશે. જેના કારણે પરિવારના લોકો ઓનલાઈન ચેક કરે છે.
ઓનલાઇન જ ચેક કરે છે ત્યારે પણ બિલની ઉપર આપેલી રકમ જ જોવા મળી હતી. લાઈટ બિલની રકમ જોઈને મકાન માલિક દીકરી અને તેના પિતાનું બ્લડપ્રેશર વધી ગયું હતું. તેથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર વીજળી વિભાગના તપાસમાં ખુલાસો થયો કે, વીજળી કર્મચારીઓએ બિલની રકમમાં જગ્યાએ સર્વિસ નંબર નાખી દીધો હતો.
જેના કારણે લાઈટ બિલ ની આ રકમ જનરેટ થઈ હતી. હવે ઘરનું બિલ ઘટાડીને 1300 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને ઉર્જા મંત્રી પ્રધુમનસિંહ તોમરે કાર્યવાહી કરતા એક કર્મચારીને ડિસમિસ કર્યો છે. જ્યારે અન્ય બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત જુનિયર એન્જિનિયરને નોટિસ ફટકારી છે. મળતી માહિતી અનુસાર એડવોકેટ સંજીવ પોતાની પત્ની અને સસરા સાથે રહે છે. ઘરનું મીટર પત્ની પ્રિયંકા ગુપ્તાના નામે છે. સમગ્ર ઘટનાને લઈને સંજીવકુમાર એ જણાવ્યું કે, મારી પત્નીના મોબાઇલમાં ગયા અઠવાડિયે એક મેસેજ આવ્યો હતો.
જેમાં તેમના ઘરનું વીજળી બિલ 34195325293 રૂપિયા લખેલું હતું. બિલ જોતા જ સંજીવ કુમારની પત્ની અને તેમના સસરા રાજેન્દ્ર પ્રસાદની બીપી વધી ગઈ હતી. તેથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાજેન્દ્ર પ્રસાદ હાર્ટ પેશન્ટ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment