માતા-પિતા ખાસ વાંચજો : સુરતમાં 5 વર્ષની માસુમ બાળકીએ દવાની ટીકડી પીધી, ત્યારે તેની સાથે બન્યું એવું કે…બાળકીનું કરુણ મૃત્યુ…

સુરતના લિંબાયતમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 5 વર્ષની બાળકીને તાવ આવતા ડોક્ટરે આપેલી દવા બાળકીના શ્વાસ નળીમાં ફસાઈ ગઈ હતી જેના કારણે બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. માસુમ બાળક દવાની ગોળી પીધી ત્યારે ગોળી શ્વાસ નળીમાં ફસાઈ ગઈ હતી.

જેના કારણે બાળકીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડવા લાગી અને તે બેભાન થઈ ગઈ હતી. તેથી તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર લિંબાયત મારુતિ નગરમાં રૂસ્તમ પાર્ક ખાતે રહેતા બિલાલ અન્સારી સાડી ફોલ્ડીંગનું કામ કરે છે. તેમની 5 વર્ષની દીકરી મુસ્કાનને બુધવારના રોજ તાવ આવ્યો હતો. જેથી નજીકની ક્લિનિકમાં દવા લેવા આવ્યા હતા. મંગળવારના રોજ રાત્રિના સમયે દવા પીવાના કારણે બાળકીની તબિયતમાં સુધારો આવ્યો હતો.

બુધવારના રોજ સવારે મુસ્કાને દવાની ટીકડી ગળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મુસ્કાનની શ્વાસ નળીમાં દવાની ટીકડી ફસાઈ ગઈ હતી. જેના કારણે તેને શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડવા લાગી અને તે અચાનક બેભાન થઈ ગઈ હતી.

આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો તાત્કાલિક મુસ્કાનને સારવાર માટે દવાખાને લઈ ગયા હતા, ત્યાંથી મુસ્કાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે મુસ્કાનને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની માહિતી મળતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃત્યુનું સાચું કારણ જાણવા માટે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે તેવું પોલીસે કહ્યું હતું. પરંતુ બાળકીના પરિવારના લોકોએ પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ પોસ્ટમોર્ટમ કર્યા વગર બાળકીના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*