આજકાલ જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સોમવારના રોજ સાંજે બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સોમવારના રોજ સાંજે એક યુવકે પોતાના માતા-પિતા અને 4 વર્ષના ભત્રીજીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર આરોપીનું નામ સૌરભ છે.
આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી સૌરભનું કહેવું છે કે, મેં મારો બે વર્ષનો ગુસ્સો બહાર કાઢ્યો છે. બંનેનો જીવ લઈ લીધો. ભત્રીજા નો પણ જીવ લઈ લીધો. હું છેલ્લા બે ત્રણ વર્ષથી મારા પપ્પાને કોઈ નાનો ધંધો કરવાનું કહેતો હતો. ધંધો શરૂ કરવા માટે મેં મમ્મી પપ્પા પાસે પૈસા માંગ્યા હતા. પૈસા ન આપ્યા તેથી ધારદાર વસ્તુ વડે મમ્મી પપ્પાનો જીવ લઈ લીધો.
સૌરભે કહ્યું કે, હું મારા પિતા પાસે ત્રણ વર્ષથી બિઝનેસ કરવા માટે પૈસા માગતો હતો, પરંતુ મારા પિતા ઓમપ્રકાશે (ઉંમર 63 વર્ષ) મારી વાત ન માની. જ્યારે મારા પિતા 2019 માં નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે તેમને લાખો રૂપિયાનું ફંડ મળ્યું હતું. મારા પિતા એ મારા મોટાભાઈને ઘરની પાસે જીમ ખોલાવી દીધું. પરંતુ જ્યારે મેં પૈસા માગ્યા ત્યારે મને પૈસા આપવાની ના પાડી દીધી. આ ઉપરાંત મારા પિતાએ મને ટોણા મારવા લાગ્યા. મારા પિતા સાથે મારી માતા સોમવતી પણ મારી વાતને અવગણતી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના અલીગઢમાં સોમવારના રોજ સાંજના સમયે બની હતી. નિવૃત્ત થયેલા ઓમ પ્રકાશની બાજુ બાજુમાં બે મકાન છે. એક મકાનમાં ઓમ પ્રકાશ તેમની પત્ની સોમવતી અને નાનો દીકરો સૌરભ રહેતા હતા. જ્યારે બીજા મકાનમાં મોટો દીકરો રામેશ્વર તેની પત્ની અને બે દીકરીઓ રહેતી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ઓમપ્રકાશ અને સોમવતી ઘરે એકલા હતા.
રામેશ્વર જિમમાં ગયો હતો અને તેની પત્ની કોઈ કામથી બહાર ગઈ હતી. રામેશ્વરની મોટી દીકરી દૂધ લેવા માટે બહાર ગઈ હતી. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સાંજના સમયે સૌરભે પોતાના પિતા અને માતાનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધું હતું. આ દરમિયાન મોટાભાઈની નાની દીકરી ઘટના સ્થળે આવી હતી. ત્યારે ગુસ્સામાં ભરાયેલા સૌરભે તેનો પણ જીવ લઈ લીધો હતો.
માતા પિતા અને ભત્રીજીનો જીવ લીધા બાદ સૌરભ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. સૌરભે પોલીસ કર્મીઓને આ સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારે પોલીસકર્મીઓએ તેની આ વાત માની નહીં અને તેને ઘરે જવાનું કહ્યું હતું. થોડીક વાર બાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સ્વરૂપ સાથે તેના ઘરે પહોંચ્યા હતા. ત્યાંની પરિસ્થિતિ જોઈને પોલીસ ઇન્ચાર્જ પણ ચોકી ઉઠ્યા હતા. આ ઘટનાની જાણ તથા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવી હતા. સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટના લઈને કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment