લઠ્ઠાકાંડમાં એક પિતાએ બે દીકરા ગુમાવ્યા : નાના દીકરાના અંતિમ સંસ્કાર કરીને પિતા ઘરે આવ્યા, ત્યારે મોટા દીકરાના મૃત્યુના સમાચાર મળ્યા… ઘટના જાણીને રડી પડશે…

Published on: 4:19 pm, Tue, 26 July 22

બોટાદ તાલુકાના રોજીદ ગામમાં લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હજમચાવી દીધી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાના કારણે 29 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવામાં આકરુ ગામમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દારૂના કારણે 12 કલાકમાં એક પિતાએ પોતાના 2 કમાઉ દીકરા ગુમાવ્યા છે.

એક જ દિવસમાં બંને દીકરાના મૃત્યુ થતાં પિતા પડી ભાંગ્યા છે. આ ઘટના બનવાના કારણે સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર 25 વર્ષેનો ભાવેશ નામનો યુવક દારૂ પીને ઘરે આવીને સુઈ ગયો હતો. ત્યારે અચાનક જ તેના મોઢામાંથી ફીણ નીકળવાનું શરૂ થઈ ગયું હતું.

તેની હાલત ખૂબ જ ખરાબ થવાના કારણે પરિવારના લોકોએ આ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. ત્યારબાદ ભાવેશને 108ની મદદ થી હોસ્પિટલ લઈ જતા હતા, ત્યારે તેનું મૃત્યુ થયું હતું. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સવારના સમયે ભાવેશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના લોકો અંતિમ સંસ્કાર કરીને ઘરે આવ્યા હતા. ઘરે આવીને જોયું ત્યારે મોટાભાઈ કિશન ચાવડા પણ ઉલટીઓ કરી બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો જોઈને પરિવારના લોકોને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ત્યારબાદ તેને પણ 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કિશન ચાવડાનું પણ નાના ભાઈની જેમ ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. ઘરમાં એક પછી એક બે દીકરાનું મૃત્યુ થતાં પિતાને ભારે આઘાત લાગ્યો હતો.

તેઓએ વિચાર્યું પણ નહીં હોય કે તેમને આવા દિવસો પણ જોવા પડશે. મૃતક દીકરાઓના પિતાએ જણાવ્યું કે, તેમના ઘરમાં 10 વ્યક્તિઓ છે, મારે ચાર દીકરાઓ છે. પરંતુ સારું કમાવનાર આ બંને દીકરાઓ એક પછી એક દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. હવે અમારે શું કરવું તે સમજાતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લઠ્ઠાકાંડમાં એક પિતાએ બે દીકરા ગુમાવ્યા : નાના દીકરાના અંતિમ સંસ્કાર કરીને પિતા ઘરે આવ્યા, ત્યારે મોટા દીકરાના મૃત્યુના સમાચાર મળ્યા… ઘટના જાણીને રડી પડશે…"

Leave a comment

Your email address will not be published.


*