હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 4 વર્ષનો બાળક રમતો રમતો પાણીની ખુલ્લી ટાંકીમાં પડી ગયો હતો. દીકરાને બચાવવા માટે માતા પણ પાણીના ટાંકામાં કોઈ હતી. પરંતુ પાણીમાં ડૂબી જવાના કારણે માતા અને દીકરાનું એક સાથે કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટના બનતા જ મૃતકના પરિવારજનો સહિત ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી મહિલાના ભાઈના અહેવાલ પર કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના બાડમેર જિલ્લાના ગુડામલાણી ગોલિયા જેતમાલની છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈએ જણાવ્યું કે, મારી બહેનને છગની દેવી (ઉંમર 24 વર્ષ) સોમવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ ગાયો ભેંસોને ખુલ્લી પાણીની ટાંકીમાંથી પાણી પીવડાવી રહી હતી.
આ દરમિયાન ચાર વર્ષનો દીકરો અરવિંદ રમતો રમતો પાણીના ટાંકામાં પડી ગયો હતો. દીકરાને ટાંકામાં પડતો જોઈને માતા પણ તેને બચાવવા માટે પાણીની ટાંકીમાં કુદી પડે છે. પાણીની ટાંકીમાં પાણી વધારે હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા.
બુમા બુમ નો અવાજ સાંભળીને આસપાસના લોકો અને પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ બંનેને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ અહીં હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે માતા અને દીકરાનું મૃત્યુ થતાં આખા પરિવાર સહિત ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. એક સાથે માતા અને દીકરાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment