હાલમાં બનેલુ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાના ઘરેથી 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. પશ્ચિમ બંગાળના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટજીના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે શુક્રવારના રોજ EDએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અર્પિતા મુખર્જીના ઘરમાંથી 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
આ દ્રશ્યો જોઈને પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. તપાસ એજન્સીને શંકા છે કે આ રૂપિયા સ્કુલ સેવા આયોગ કૌભાંડમાંથી મળ્યા છે. EDની ટીમ દ્વારા પાર્થ ચેટજી, શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી. અધિકારી, MLA માણેક ભટ્ટાચાર્યના ઘર સહિત 13 લોકોના ઘરે દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન તેમના ઘરેથી કોઈ પણ રોકડ રકમ મળી નથી. મળતી માહિતી અનુસાર ED હાલમાં પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા બોર્ડમાં ભારતીકૌભાંડની તપાસ કરી રહી છે. જેના પગલે શુક્રવારના રોજ સવારે લગભગ આઠ વાગ્યાની EDના અધિકારીઓએ પાર્થ ચેટજીની પૂછપરછ કરી હતી.
મળતી માહિતી અનુસાર SSCના માધ્યમથી શિક્ષકોની નિમણૂક માટે કરોડો રૂપિયાની લેવડ-દેવડ કરાય છે. જ્યારે આ સમગ્ર કૌભાંડ થયો ત્યારે શિક્ષણ મંત્રી પાર્થ ચેટજી હતા. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ EDએ પાર્થ ચેટજીના નજીકના ગણાતા અર્પિતાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમના ઘરમાંથી 20 થી વધુ મોબાઈલ મળી આવ્યા હતા.
હજી સ્પષ્ટ નથી થયું કે અર્પિતા આટલા બધા ફોન નો ઉપયોગ શા માટે કરતી હતી. આ ઉપરાંત તેના ઘરેથી અધિકારીઓને 500 અને 2000ની નોટના બંડલોનો ઢગલો મળી આવ્યો હતો. જેને ગણવા માટે અધિકારીઓએ નોટ ગણવાના મશીનની મદદ લેવી પડી હતી. તેના ઘરેથી 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment