ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વઢવાણાના બલદાણા ગામની સીમ વાડીમાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાને લઈને દીકરી પર ખોટા શક-વહેમ રાખી શારીરિક-માનસિક ત્રાસ આપતા પતિ સામે મૃતકના પિતાએ વઢવાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાત છે.
પોલીસે પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જબટ તાલુકાના કંદા ગામમાં રહેતા હરૂભાઈ નામના વ્યક્તિને પાંચ દીકરીઓ અને બે દીકરાઓ હતા. તેમની સૌથી મોટી દીકરી અલ્પાના લગ્ન ત્રણ મહિના પહેલા અલીરાજપુર જિલ્લાના ભાંભરા તાલુકાના છોટીપોલ ગામના અજીત રમેશભાઈ કિકરીયા સાથે થયા હતા.
અલ્પા ની ઉંમર 20 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર વઢવાણા તાલુકાના બલદાણા ગામની સીમામાં આવેલી શીવાભાઈ માવજીભાઈ પટેલની વાડીમાં છેલ્લા બે મહિનાથી અલ્પાબેન, અજીતભાઈ, સસરા, જેઠ અને જેઠાણી મજુરી ભાગે વાડી વાવતા હતા અને તેઓ વાડીમાં જ રહેતા હતા.
મળતી માહિતી અનુસાર 18 તારીખના રોજ અલ્પાએ ચંદ્રશેખર રાવ પણ રવિવારે રાજ્યના વરસાદ અને લોખંડની એંગલ સાથે કપડાથી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન અટકાવી લીધું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પિતાએ વઢવાણા પોલીસ મથકમાં દીકરીના પતિ અજીત સામે ફરિયાદ નોંધાવી હતી. પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, વાડીના માલિક જ્યારે વાડી પર આવે ત્યારે અલ્પા તેમને ચા બનાવીને પીવડાવતી અને તેમની સાથે વાતચીત કરતી.
જેને લઈને અજીત પોતાની પત્ની અલ્પા ઉપર ખોટા શક અને વહેમ રાખીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. મૃતક અલ્પાના પિતા નું કહેવું છે કે, દીકરીના પતિએ તેને જીવ ટૂંકાવા માટે મજબૂર કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment