બાળકોનો માંડ-માંડ જીવ બચ્યો…! શેરીમાં રમી રહેલા બાળકોને આખલાઓએ અડફેટેમાં લીધા, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો

Published on: 10:48 am, Fri, 22 July 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડિયો પણ હોય છે જે જોઈને આપણો શ્વાસ પણ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં તેઓ એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં શેરીમાં રમી રહેલા 6 બાળકોને મૃત્યુ અડીને ચાલ્યું ગયું છે.

બાળકો જ્યારે સોસાયટીમાં રમી રહ્યા હતા ત્યારે ત્રણ આખલાઓ દોડીને સોસાયટીમાંથી નીકળ્યા હતા. આખલાને જોઈને બાળકો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગે છે. આ દરમિયાન બે બાળકો આખલાની અડફેટેમાં આવી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈપણ બાળકને કશું થયું નથી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના 18 જુલાઈના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ નાગૌર જિલ્લાના મેરટાસિટીમાં અગ્રવાલ કોલેજ પાસે બની હતી. મળતી માહિતી અનુસાર અહીં સવારે છ બાળકો શેરીમાં રમી રહ્યા હતા.

આ દરમિયાન શેરીમાં ત્રણ આખલાઓ દોડતા દોડતા આવ્યા હતા. આખલાઓને જોઈને ચાર બાળકો ખૂણામાં સંતાઈ ગયા, પરંતુ બે બાળકો આખલાની અડફેટેમાં આવી ગયા હતા. એક આખલો બંને બાળકોની ઉપરથી પસાર થઈ જાય છે. પરંતુ આ ઘટનામાં બંને બાળકોને કશું થતું નથી.

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છ જેટલા બાળકો શેરીમાં રમી રહ્યા છે. ત્યારે ત્રણ આખલાઓ શેરીમાં દોડીને આવે છે. આખલાઓને જોઈને ચાર બાળકો ભાગી જાય છે, પરંતુ એક ચાર વર્ષનો બાળક ભાગવા જાય છે અને આ દરમિયાન તે શેરીમાં પડી જાય છે.

ત્યારે એક આખલો બાળકની ઉપરથી પસાર થઈ જાય છે. આ ઘટનામાં બાળકને કશું થતું નથી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાળકોનો માંડ-માંડ જીવ બચ્યો…! શેરીમાં રમી રહેલા બાળકોને આખલાઓએ અડફેટેમાં લીધા, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*