હાલ તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી એવી નદીઓ છલોછલ ભરાઈ આવી છે. એવામાં જ વાત કરીશું તો સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. એવામાં જ એક ચોકાવનારી ઘટના સામે આવી જે સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જશે, ત્યારે વાત જાણે એમ છે કે એ નદી પાસે એક સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી.
તેવામાં જ અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાઈ ગયો. હજુ તો અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થઈ ન હતી તે પહેલા જ નદીમાં પૂર જેવી સ્થિતિ આવવાની સાથે જ મૃતદેહ પાણીમાં તણાઈ ગયો.એ વાતને લઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકી થઈ જાય એવામાં જ હજુ તો આ ચિત્તાને અગ્નિદા આપ્યો જ હતો કે અચાનક નદીના દસમસતા વહેલી સ્મશાન ગૃહમાં ઘૂસી જતા વહેણમાં સળગતી ચિતા તણાઈ ગઈ એ વિડીયો તમે સોશિયલ મીડિયા દ્વારા જોઈ શકો છો.
જાણવા મળ્યું હતું કે વિજયનગરના પર્વત ગામ નજીક મંગળવારે સાંજે નિવૃત્ત આચાર્ય નાનજી સાચા ડામોર નો જે પર્વત પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેઓ નિવૃત્ત થયા હતા અને સોમવારની સાંજે ચાર વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. તેવામાં વાત કરીશું તો તેમના દીકરા વિશે કે તે કલોલ નજીક ખાનગી સ્થળે નોકરી કરે છે.
જ્યારે તેની જાણ થઈ કે ત્યારે તરત તે મોડી રાત્રે ઘરે આવી પહોંચ્યો હતો ત્યારે સમાજના રિતી રિવાજ મુજબ મંગળવારે બપોરે 11:30 વાગ્યે સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી. ત્યારબાદ હાલ તો સમગ્ર ગુજરાતમાં ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે ગામ નજીકના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને લઈને નદીમાં અચાનક પાણી આવતાની સાથે જ અંતિમ ક્રિયા કર્યા બાદ અડધો મૃતદેહ અગ્નિ સાથે જ પાણીમાં વહેતો નજરે પડ્યો.
ત્યારે હાજર એવા સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એક ગંગા નદીમાં તણાયેલા મૃતદેહો યાદ આવી ગયા. જ્યારે કોરોનાની બીજી લહેર ચાલતી હતી તે દરમિયાન ગંગા નદીમાં અનેક મૃતદેહ તણાયા હોવાની ભયાનક તસવીરો સમગ્ર સોશિયલ મીડિયામાં પ્રકાશિત થઈ હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરમતી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે.
નદીના કિનારે સળગતી ચિતા અચાનક નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણીમાં તણાઈ ગઈ – જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો… pic.twitter.com/b3mCvqhG0R
— GUJJU ROCKZ (@gujju_rockz) July 21, 2022
કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક નદી નાણા છલકાઈ આવ્યા છે.તેવામાં જ આ ઘટના પ્રકાશિત થતા સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. એ હાથમતી ના ગાંડાતુર વહેણીએ વિજયનગરમાં કિનારે સળગતી એ ચિત્તાને તાણી લીધી અને એ મૃતદેહ ઘોડાપૂરમાં વહેવા લાગ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment