મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ કુતરાઓએ મળીને બે વર્ષના માસુમ બાળકનો જીવ લીધો છે. બાળકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના માણાવદર પથકના ગણા ગામે છોટાઉદેપુરના નાનાવટા ગામનો પરિવાર મજુરી અર્થે આવેલો હતો.
મળતી માહિતી અનુસાર જગદીશ રાઠવાનો 2 વર્ષનો દીકરો રવિન્દ્ર ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે ઘરની બહાર રમી રહેલા રવિન્દ્ર ઉપર અચાનક ત્રણ કૂતરાઓએ પ્રહાર કર્યા હતા. થોડીક વાર પછી જગદીશભાઈ આ દ્રશ્યો જોવે છે અને તેઓ દોડીને પોતાના બાળકને બચાવવાનો પ્રયાસ કરે છે.
આ ઘટનામાં રવિન્દ્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેથી રવીન્દ્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રવિન્દ્રનું મૃત્યુ થાય છે. રવીન્દ્રના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રવિન્દ્ર એકનો એક દીકરો હતો.
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગણા ગામે એક પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો. ગણા ગામના કરસનભાઈની વાડીએ રહેતા અને ભીમાભાઇની વાડીએ કામ કરતા છોટા ઉદયપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાનાવટા ગામના જગદીશભાઈ નો એકનો એક દીકરો રવિન્દ્ર વાડીમાં રમતો હતો.
ત્યારે અચાનક ત્રણ કુતરાઓ રવીન્દ્ર ઉપર પ્રહાર કરે છે. કુતરાઓએ રવીન્દ્રના મોઢાના ભાગે બચકા ભરી લીધા હતા. પોતાના દીકરાને જોઈને જગદીશભાઈ રવિન્દ્ર તરફ દોડીયા હતા. તેમને કૂતરાઓને ભગાડી દીધા હતા. આ ઘટનામાં રવિન્દ્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
તેને 108 ની મદદથી સારવાર માટે માણાવદર સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ રવીન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ રવિન્દ્રના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એકના એક દીકરાનું મૃત્યુ થતા માતા પિતા પડી ભાંગ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment