નવસારીમાં તણાઈ ગયેલા બે યુવાનોના મૃતદેહ 5 દિવસ પછી મળી આવ્યા, બંને યુવાનોના માતા-પિતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા – જાણો સમગ્ર ઘટના

ચોમાસાની સિઝનમાં તણાઈ જવાની ઘટનાઓ ખૂબ જ બનતી હોય છે. ત્યારે 12 મી જુલાઈના રોજ નવસારીના જલાલપુર તાલુકાના મછાડ ગામે ઝીંગા તળાવમાં ટેકનીશીયન અને સુપરવાઇઝરનું કામ કરતા બે યુવાનો તળાવ પર પોતાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ પુરનું પાણી વધી જતા બંને યુવાનો પાણીમાં તણાઈ ગયા હતા.

ઘટનાના પાંચ દિવસ બાદ બંનેના મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા છે. આ ઘટના બનતા જ્યારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા બંને યુવાનોના માતા-પિતા પાડી ભાંગ્યા હતા. ઉપરાંત પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 21 વર્ષીય ઋષિ દિલીપકુમાર પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટી ફીશરીઝમાં અભ્યાસ કર્યો હતો.

12 જુલાઈના રોજ ઋષિ તેના 23 વર્ષીય મિત્ર સૂર્યકુમાર મનોજકુમાર ઠાકુર સાથે મછડા ગામે હિતેશભાઈ સુરેશભાઈ પટેલના ઝીંગા તળાવ ઉપર સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. આ દરમિયાન વરસાદ ના કારણે પુણા નદીમાં પુર અને દરિયાઈ ભરતીના પાણી અચાનક વધી જતા. ઋષિ પટેલ પુરમાં તણાવવા લાગ્યો હતો.

તેને બચાવવા સૂર્યકુમાર પણ પૂરના પાણીમાં કૂદીયો હતો પરંતુ ત્યારબાદ બંને લાપતા થઈ ગયા હતા. આ ઘટના બન્યા બાદ ઝીંગા તળાવ ઉપર કામ કરતા અન્ય લોકો બોટ લઈને બંનેની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર ઘટનાના પાંચ દિવસ બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા છે.

આ ઘટના બનતા જ બંને યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ઋષિ પટેલ અને સુર્યા ઠાકુર બંને પરિવારના એકના એક દીકરા હતા. દીકરાઓના મૃત્યુના કારણે પરિવારનો આધાર છીનવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*