મિત્રો હાલમાં બનેલી એક દર્દનાથ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં રમતી વખતે માત્ર 6 વર્ષની બાળકીનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર જ્યારે બાળકી હીચકા ખાઈ રહી હતી. ત્યારે અચાનક તેની સાથે એવું થયું કે માસુમ બાળકીને દર્દના મૃત્યુ મળ્યું. મળતી માહિતી અનુસાર હિંચકા ખાતી વખતે બાળકીના ગળામાં હીચકાનું દોરડું ફસાઈ ગયું હતું.
જેના કારણે માસુમ બાળકીનો શ્વાસ રૂંધાયો હતો. જેના પગલે બાળકીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે.
જ્યારે આ ઘટના બની ત્યારે માસુમ બાળકીની માતા કામ પર ગઈ હતી. આ સમગ્ર ઘટના બાગપતમાં બની છે. મળતી માહિતી અનુસાર રચના નામની મહિલાએ પોતાના ઘરના દરવાજામાં દોરડું બાંધીને ઝુલો બનાવ્યો હતો. પરંતુ તેને ખબર ન હતી કે આ ઝુલો તેની દીકરીના મૃત્યુનું કારણ બનશે.
મળતી માહિતી અનુસાર રચનાના પતિ મુકેશનું ચાર વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. રચના એક કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. રચનાના ત્રણેય બાળકો ગ્રામ્ય પરિષદની શાળામાં અભ્યાસ કરે છે. મળતી માહિતી અનુસાર ઘટના બની તે દિવસે રચના ફેક્ટરી પર કામ પર ગઈ હતી. શાળામાં છૂટી પડ્યા બાદ 8 વર્ષની છવી, 6 વર્ષની વિધિ અને ચાર વર્ષનો પુત્ર અભી ઘરે આવ્યા હતા.
આ દરમિયાન ઝુલા પર ઝુલતી વખતે છ વર્ષની વિધિનું ગળું ઝુલાના દોરડામાં ફસાઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને તેના ભાઈ બહેનને બૂમાબૂમ કરી હતી. ત્યારે નજીકના રૂમમાં સૂઈ રહેલા તેમના કાકા વિનોદ અને અન્ય ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ત્યારબાદ વિધિના ગળા માંથી દોરડું કાઢીને તેને સારવાર માટે તાત્કાલિક જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. વિધિના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચે આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment