મિત્રો ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આવી ઘટનાઓ વધતા આવે એવું લાગી રહ્યું છે કે, આરોપીઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે રાજકોટમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વો વધી રહ્યા છે. હવે આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. ત્યારે બુધવારના રોજ સમી સાંજે અક્ષય માર્ગ મેન રોડ પર એક જીવ લેવાની ઘટના બની હતી.
અહીં પૈસાની લેતી દેતી બાબતે પાનની દુકાન પાસે બે વ્યક્તિઓએ મળીને જાહેરમાં એક પટેલ યુવાનનો ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાજકોટ શહેરના મહુડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક રોયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ બી વિંગ ફ્લેટ નંબર 304 માં રહેતા 33 વર્ષીય મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડીયા નામના યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર બુધવારના રોજ સમી સાંજે અક્ષય માર્ગ પર આવેલા શિવપાન નજીક મૌલિકને હાર્દિકસિંહ જાડેજા અને દીપ લાઠીયા નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે હાર્દિકસિંહ જાડેજા અને દીપ લાઠીયાએ ધારદાર વસ્તુ વડે મૌલિક પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મૌલિકને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર દિવ્યશની પણ આરોપીએ ધુલાઈ કરી હતી.
આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. તેથી બંને આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા મૌલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મૌલિકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૌલિકના મૃત્યુના કારણે પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું.
આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીઓ સામે પોલીસે કલમનો ઉમેરો કરીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ મૌલિક કારખાનેથી તેની સાથે કામ કરતાં મિત્ર દિવ્યેશ સાથે બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન હાર્દિક સિંહ જાડેજાનો ફોન આવ્યો હતો અને તેને અક્ષર માર્ગ પાસે શિવ પાન પાસે મળવા બોલાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર મૌલિકને હાર્દિકસિંહ પાસેથી ₹4,000 લેવાના હતા. આ બાબતે હાર્દિક છીએ મૌલિકને ત્યાં બોલાવ્યો હતો. જેથી મૌલિક અને તેનો મિત્ર દિવ્યેશ ત્યાં આવી પહોંચ્યા હતા. થોડીક વાર પછી હાર્દિકસિંહ અને દીપ લાઠીયા નામના બે વ્યક્તિઓ ત્યાં આવે છે. આ બંનેએ પૈસાની બાબતે મૌલિક સાથે બોલા ચાલી શરૂ કરી દીધી હતી. ગુસ્સામાં આવીને હાર્દિક સિંહ ધારદાર વસ્તુ વડે મૌલિક પર પ્રહાર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment