બે વ્યક્તિઓએ ટ્રેક્ટર-ટ્રોલી સાથે નદી પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનક તેમની સાથે બન્યું એવું કે – જુઓ ચોકાવનારો વિડિયો…

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિઓ સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે અત્યાર સુધીમાં નદીના જોરદાર પ્રવાહમાં કેટલાય વાહનો તણાઈ ગયા હશે.

ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ બાદ અનેક ગ્રામીણ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે. ત્યારે ગુરૂવારના રોજ બપોરના સમયે માંડવી તાલુકાના બાડા ગામનો વેગડી નદીમાં એક ટ્રેક્ટર-ટ્રોલી તણાઈ જવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ટ્રેક્ટર પર બે લોકો સવાર હતા. આ ઘટના બન્યા બાદ ટ્રેક્ટર પર સવાર બંને વ્યક્તિઓને સ્થાનિક ગામનો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ટ્રેક્ટર હજુ પણ નદીના વહેતા પાણીમાં ફસાયેલી હાલતમાં પડેલું છે. કિનારે ઉભેલા એક વ્યક્તિએ આ ઘટનાના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા.

આ ઘટના બની ત્યારે કિનારે ઉભેલા કેટલાક લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે ટ્રેક્ટર અને ટ્રોલી નદીના પાણીમાં તણાઈ જાય છે. પરંતુ સદનસીબે આ ઘટનામાં બંનેના જીવ બચી ગયા છે. માંડવી તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામની નદીઓ હજુ પણ બે કાઠે વહી રહે છે.

તંત્રની સૂચના નો ઉલ્લેખન કરીને એક ટ્રેક્ટર ચાલક બાડા ગામની વેગડી નદીમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અડધા માગે નદીના જોરદાર પ્રવાહમાં ટ્રેક્ટર અને ટ્રોલી તણાઈ ગયા હતા. આ દરમિયાન ટ્રેક્ટર પર બેઠેલો એક વ્યક્તિ ઉછળીને નદીમાં પડે છે. બીજો વ્યક્તિ ટ્રેક્ટર પર જ રહે છે. ત્યારબાદ ગામના લોકોએ બંને લોકોને બચાવી લીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*