ગુજરાતની એક સરકારી શાળામાં વિદ્યાર્થીનું કરવામાં આવ્યું શોષણ, આપના રાકેશ હિરપરા એ કહ્યું એવું કે…

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સદસ્ય અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હીરપરા એ મીડિયા સમક્ષ મહત્વની વાતચીત કરી છે. ગઈકાલે તો આપણે બધાએ ગુરુપૂર્ણિમાનો પવિત્ર તહેવાર મનાવ્યો અને ત્યારે ભાજપ સરકારની બેદરકારીના કારણે શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિની નિંદનીય ઘટના આવી છે અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે તેવી ઘટનાઓ સામે આવી છે.

રાકેશ હિરપરાએ મીડિયાને બે વિડીયો બતાવીને પાક્કા પુરાવા આપ્યા છે અને વીડિયોમાં સાફ સાફ જોઈ શકાય છે કે આચાર્યની સામે જ આચાર્યની ઓફિસમાં બાળકને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને તેનું શોષણ કરવામાં આવે છે અને આ વીડિયોમાં પોતે આચાર્યને સમિતિ નો યુનોફોર્મ પણ જોઈ શકાય છે.

બીજા વીડીયામાં પણ વિદ્યાર્થીનું ખોટી રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે અને બંને વીડિયોમાં આચાર્યની ઓળખાણ વીડિયોમાં દેખાતી વ્યક્તિની હાથની વિટીઓ દ્વારા સાબિત થાય છે.તેમને જણાવ્યું કે ગઈકાલે અજાણ્યા નંબર ચેક વાલી નો ફોન આવ્યો હતો અને તેમને આખી ઘટના વિશે જણાવ્યું અને પેન ડ્રાઈવમાં પુરાવા પણ આપ્યા હતા.

આ પુરાવા સૌથી પહેલા ત્રણ મહિના પહેલા ભાજપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બેઠેલા સાક્ષકોને આપ્યા હતા પરંતુ તેમના દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરતા આગળ તેમને તે પુરાવા મેયરને પણ આપ્યા પણ ત્યાંથી પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી.આ પુરાવા ગાંધીનગર સુધી શિક્ષણ મંત્રાલયમાં પણ આપ્યા છતાં એ કંઈ કાર્યવાહી ન

થતા તેમને કમલમના નેતાઓનો સંપર્ક કર્યો હતો અને ત્યાં પણ વ્યવસ્થિત જવાબ ના મળતા વાલી આમ આદમી પાર્ટી નો સંપર્ક કર્યો હતો. આ સમય દરમિયાન વાલીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને શાળામાં માત્ર ચાર સીસીટીવી કેમેરા છે જે એવી રીતે લગાવેલા છે જેમાં આચાર્ય પોતાના ધંધા સામાન્ય રીતે ચાલુ રાખી શકે છે.

આ બધી પ્રવૃત્તિઓ આચાર્ય દ્વારા શાળાના સમય પછી કરવામાં આવેલ છે અને આ ઘટના સંપૂર્ણ શિક્ષકોની આચાર્યના વ્યવસાય ઉપર કલંક છે. તેના કારણે ઘણા ઈમાનદાર આચાર્યો અને શિક્ષકો પણ દુઃખી છે અને તેમની માંગ છે કે આવા વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*