મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી અંકલેશ્વરમાં સારો વરસાદ પડી રહ્યો છે. અંકલેશ્વરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામમાંથી પસાર થતી વનખાડીના પાણીના પ્રવાહથી છેલ્લા બે દિવસથી બે રસ્તાઓ બંધ થઈ ગયા છે.
જેના કારણે વનખેડાનું પાણી નાના પુલ પરથી પસાર થઈ રહ્યું છે. બધી માહિતી અનુસાર ગામના લોકો અને ટ્રેક્ટર ચાલક ગામે જવા માટે આ નાના પુલનો ઉપયોગ કરતા હતા. ત્યારે વનખાડીના પાણીના જોરદાર પ્રવાહમાં ટ્રેક્ટર તણાઈ જવાની ઘટના સામે આવી છે.
હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટ્રેક્ટર પર સવાર થઈને 5 લોકો પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે એક બાજુથી બીજી બાજુ ટ્રેક્ટર લઈ જવાનો પ્રયાસ કરે છે.
આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે ટ્રેક્ટરમાં સવાર પાંચ લોકો ટ્રેક્ટર સાથે પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટના બનતા જ આજુબાજુ ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી. આજુબાજુ ઉભેલા ગામના લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તણાયેલા પાંચ વ્યક્તિઓમાંથી ચાર વ્યક્તિઓને બચાવી લીધા હતા.
પરંતુ એક વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું હતું. ની હજુ કોઈ પણ જાણ થઈ નથી. આ દુર્ઘટનાની જાણ થતા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાથે NDRFની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી.
ઉતાવળ ભારે પડી ગઈ…! અંકલેશ્વરમાં ટ્રેક્ટર પર સવાર 5 લોકો ટ્રેક્ટર સાથે પાણીમાં તણાયા, 4 લોકોનો બચાવ, 1 ગુમ – જુઓ ઘટનાના લાઈવ દ્રશ્યો… pic.twitter.com/bk6lTcMNgo
— GUJJU ROCKZ (@gujju_rockz) July 14, 2022
આ દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment