હાલમાં એક રુવાટા ઉભા કરી દે તેવી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સાત મહિનાની બાળકીની ઢોરની જેમ ધુલાઈ કરે છે. માતા પોતાની બાળકી પર લાતો અને ચંપલ વડે પ્રહાર કરે છે. પડોશમાં રહેતા યુવકે આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ આજુબાજુના લોકો બાળકીના ઘરે પહોંચી ગયા.
ત્યાં જઈને તેમને બાળકીને બચાવી લીધી અને આરોપી મહિલાને પોલીસને હવાલે કરી દીધી. આ વિડીયો મધ્યપ્રદેશના મંદસોરમાંથી સામે આવી રહ્યો છે. પૂછપરછ દરમિયાન 7 વર્ષની માસુમ બાળકી એ જણાવ્યું કે, તેની સાવકી માતા તેની પાસે કપડાં ધોવા, સાવરણીયા થી વાળવા અને વાસણો ધોવા જેવા ઘરના તમામ કામ કરાવતી હતી.
બાળકીએ જણાવ્યું કે તેની માતા તેને પૂરતું ખાવાનું પણ આપતી ન હતી. મળતી માહિતી અનુસાર આ માસુમ બાળકી છેલ્લા બે વર્ષથી પોતાની સાવકી માતાનો ત્રાસ સહન કરતી હતી. મળતી માહિતી અનુસાર માસુમ બાળકીને “અપના ઘર” મોકલી દેવામાં આવી છે.
બાળક કલ્યાણ સમિતિએ પોલીસને આરોપી માતા સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. મળતી માહિતી અનુસાર સાવકી માતાનું નામ સંગીતા છે. સંગીતા સાત વર્ષની બાળકી પાસે ખૂબ જ કામ કરાવતી હતી અને તેના પર ખૂબ જ અત્યાચાર કરતી હતી. મળતી માહિતી અનુસાર ગામના લોકોએ આ વિડીયો બનાવીને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાળકીને બાળક કલ્યાણ સમિતિને સોંપી દીધી છે. આ ઉપરાંત બાળક કલ્યાણ સમિતિએસ આવતી માતા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લેખિતમાં અરજી પણ આપી છે. માસુમ બાળકે જણાવ્યું કે, તેની માતા તેના પર થપ્પડ, લાકડી અને લાત વડે પ્રહાર કરતી હતી.
સાવકી માતાનો અત્યાચાર…! માતાએ 7 વર્ષની માસુમ દિકરી સાથે કર્યું એવું કે – વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે… pic.twitter.com/we0UTdWtGL
— GUJJU ROCKZ (@gujju_rockz) July 13, 2022
મને છત પરથી નીચે પણ લટકાવતી હતી. મને ઘરની સફાઈ કરવા ઉપરાંત કપડાં ધોવા અને વાસણ ધોવાનું પણ મારી પાસે કામ કરાવતી હતી. મને સરખું ખાવા પણ આપતી ન હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે જ કહો આની સાથે શું કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment