સાઈડ કાપવાના ચક્કરમાં સર્જાયો ગંભીર અકસ્માત : પુરપાટ ઝડપે જતા ટેમ્પાએ બાઈકને લગાવી જબરદસ્ત ટક્કર – બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 11:11 am, Wed, 13 July 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બાઈક ચાલક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાટાડુંગરી રોડ પર ગઈકાલે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં ટેમ્પા અને બાઈક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બાઈક ચાલક વ્યક્તિએ ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટનામાં ટેમ્પો અને બાઇક બંને ખીણમાં ખાબકીયા હતા.

મળતી માહિતી અનુસાર એક ટેમ્પો પાંચવાડા થી પાનાડુંગરી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ટેમ્પા ચાલક આગળ જતી બાઇકની સાઈડ કાપવા જાય છે. પરંતુ સાઈડ કાપતી વખતે ટેમ્પો ચાલક બાઈક ચાલકને અડફેટેમાં લે છે. જેમાં બાઈકની સાથે ટેમ્પો ડિવાઇડર તોડીને ખીણમાં ખાબકે છે.

આ અકસ્માતની ઘટનામાં ટૂંકીવજુ ગામના બાઈક ચાલક વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બાઈક ટેમ્પાના આગળના ભાગની નીચે આવી ગઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ અચાનક ટેમ્પામાં આગ લાગી ઉઠી હતી. અકસ્માતની ઘટના બનતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ટેમ્પા પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાઈડ કાપવાના ચક્કરમાં સર્જાયો ગંભીર અકસ્માત : પુરપાટ ઝડપે જતા ટેમ્પાએ બાઈકને લગાવી જબરદસ્ત ટક્કર – બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*