શું તમે ક્યારેય પણ બરફનું તોફાન જોયું છે? એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં નાખીને બરફીલા તોફાનના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા – જુઓ વિડિયો

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારા પણ રૂવાટા ઉભા થઈ જશે. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો એક બરફીલા તુફાનનો છે. આ વિડીયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધર થઈ ગયો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમને સૌપ્રથમ એવું લાગશે કે આ એક સુનામીનો વિડીયો છે. પરંતુ આ એક બરફીલા તુફાનનો વિડિયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બરફીલુ તોફાન પાણીના ઉચ્ચા અને ખતરનાક મોજની જેમ આગળ વધી રહ્યું છે. ઘણા લોકોને તો આ વિડીયો જોઈને આ વિડીયો ખોટો છે તેવું પણ લાગશે.

આ વિડીયો યુનીલાડ વેબસાઈડે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. જેમાં સમગ્ર ઘટના અંગેની માહિતી આપવામાં આવી છે. આ ભયંકર દ્રશ્યો કિર્ગિસ્તાનમાં સ્થિત તિયાન શાન પર્વત કિર્ગીસ્તાન પર્વતો પર જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર હેરી શિમીન નામના વ્યક્તિએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.

હેરી શિમીનને સોશિયલ મીડિયા પેજ પર વાયરલ હોગ દ્વારા જણાવ્યું હતું કે, તેણે આ દ્રશ્યો જોઈને ત્યાંથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેને બરફના તોફાનને પોતાની નજીક આવવા દીધું. તે જાણતો હતો કે આ ખૂબ જ જોખમી કામ છે.

પરંતુ તેને નીડરતા બતાવી અને પોતાની જાત પર કાબુ રાખીને બરફના તોફાનને પોતાની તરફ આવવા દીધું. જ્યારે બરફનું તોફાન નજીક આવ્યું ત્યારે તે ખૂબ જ ડરી ગયું અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. તેને જણાવ્યું કે આ બરફીલા તોફાનમાં ઓછી હવાના કારણે તેને ઉલટી થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Harry Shimmin (@harryshimmin)

આ ઉપરાંત તેને જણાવ્યું કે તેને ટીમના બાકીના સભ્યો દૂર હતા તેથી તેમના જીવને કોઈ પણ પ્રકારનો જોખમ ન હતો. આ વિડીયો અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોનો તો વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*