ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના કરુણ મૃત્યુ – રબારી સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 11:14 am, Mon, 11 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ વચ્ચે ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ઇકો કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકો સિહોર તાલુકાના હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે રબારી સમાજમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ પાંચેય લોકોને સૌપ્રથમ સારવાર માટે ઈજાગ્રસ્ત હાલતમાં ધંધુકા લઈ જવામાં આવ્યા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર. ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે ત્રણ યુવકોને મૃત જાહેર કર્યા હતા. હાલમાં બેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.ભાવનગર અમદાવાદ શોટરૂટ પર આવી અકસ્માતની ઘટનાઓ બનતી જ રહે છે.

ત્યારે ધોલેરા પોલીસ મથક હેઠાળાના પીપળી-વટામણ વચ્ચે વડોદરા બાજુથી આવી રહેલી ડુંગળી ભરેલા MP 09 HH 4980 નંબરના ટ્રક ભાવનગર તરફ આવી રહ્યો હતો, ત્યારે સિહોરથી ખેડા તરફ જઈ રહેલી GJ 05 JK 5278 નંબરની ઈકો કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે ઈકો કારમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ત્રણ લોકોના કરુણ મૃત્યુ થયા છે અને બે લોકોની સારવાર ચાલી રહે છે. આ ઘટનામાં ગોવિંદભાઈ રબારી, રાજુભાઈ રબારી અને સુખાભાઈ રબારીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. તેમના મૃત્યુના કારણે રબારી સમાજમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના કરુણ મૃત્યુ – રબારી સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*