બે બાળકોના માતા-પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, મમ્મી-પપ્પાનું મૃતદેહ જોઈને દીકરો ગુમશુમ થઈ ગયો છે… માસુમ બાળકોનો ચહેરો જોઈને તમે પણ રડી પડશો…

મિત્રો આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાન અને યુવતીઓ નાની-નાની બાબતમાં આ પગલું ભરી લેતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશના રાયસેનમાં પતિ-પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરા તફરી મચી ગઈ હતી. આ ઘટના બનતા જ 8 મહિનાની દીકરી અને 5 વર્ષના દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

હવે આ માસુમ બાળકને મમ્મી પપ્પાના લાડ કોણ લડાવશે. આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પાંચ વર્ષનો માસુમ બાળક આ લોકોને જોઈ રહ્યો છે. માસુમ બાળકોનો ચહેરો જોઈને તે હાજર લોકો ભાવુક થઈ ગયા હતા. આ ઘટના બની ત્યારે માસુમ દિકરી ઘોડિયામાં શોધી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના ભાઈનું કહેવું છે કે, પરિવારમાં કોઈ પણ પ્રકારનો વિવાદ હતો નહીં. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ સુસાઇડનું કારણ શોધવાની કામગીરીમાં લાગી ગઈ છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રાત્રિના સમયે આ ઘટના બની હતી.

36 વર્ષીય નવલ લોધી અને તેમની પત્ની શિરોમણી લોધી (ઉંમર 29 વર્ષ) તાલુકા ઓફિસ ની પાછળ રહેતા હતા. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રાત્રે લગભગ સાડા બે વાગ્યાની આસપાસ નવલની માતા ટોયલેટ કરવા માટે ઉઠ્યા હતા. આ દરમિયાન તેને રસોડાનો દરવાજો ખુલ્લો જોયો હતો. જ્યારે રસોડામાં જોયું ત્યારે દીકરાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું અને પુત્રવધુ નું મૃતદેહ નીચે પડેલું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પત્નીએ રસોડામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવવી લીધું હશે. ત્યારબાદ પતિએ પત્નીને ત્યાંથી નીચે ઉતારીને પોતે ગળાફાંસો ખાઈ લીધો હશે.

બંનેએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા વ્યક્તિના મોબાઈલ માંથી વોટ્સએપ અનઇન્સ્ટોલ થઈ ગયેલું છે આ ઘટના બનવાના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. માસુમ બાળકોના ચહેરા જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*