હાલમાં બનેલી એક ચોકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ટ્રેક્ટર વડે કચડીને તેનો જીવ લઈ લીધો છે. તે પહેલા પતિએ પોતાના પરિવાર સાથે મળીને પત્નીની ધુલાઈ કરી હતી. ત્યારબાદ પોતાની પત્ની ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું અને તેનો જીવ લઈ લીધો. આ ઘટનામાં પત્નીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોલીસે આરોપી પતિની શોધખોળ ચાલુ કરી છે. આ ઘટના કાનપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર તિવારી લાલ નામનો વ્યક્તિ તેની 45 વર્ષીય પત્ની સરોજીનીને દોઢ વર્ષ પહેલાં છોડીને ચાલ્યો ગયો હતો.
તિવારી લાલ કરવામાં ગામના હરિઓમ નામના વ્યક્તિ સાથે રહેવા લાગ્યો હતો. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ હતી. ગુરૂવારના રોજ સરોજની હરિઓમ સાથે સિંહપુર પહોંચી હતી. હરિઓમ સરોજનીને ખેતરથી દૂર રસ્તા પર ઉભી રાખીને ખેતર તરફ ગયો હતો. તીવારી લાલને આ અંગે માહિતી મળતા તે પોતાના પરિવાર સાથે ખેતર પહોંચી આવ્યો હતો.
જ્યારે તિવારી લાલ ખેતર પહોંચ્યો ત્યારે સરોજની હરિઓમ સાથે ખેતર ખેડી રહી હતી. ત્યારે તિવારી લાલ સરોજિનીને ખેતર ખેડવાની મનાઈ કરે છે. આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ જાય છે. મામલો આટલો વધી ગયો કે તિવારી લાલે પરિવારના સભ્ય સાથે મળીને લાકડી વડે સરોજિની પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં સરોજની ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડી ગઈ હતી.
માથાકૂટ થવાના કારણે ટ્રેક્ટર ચાલક અને હરિઓમ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ગુસ્સામાં આવીને તિવારી લાવે ટ્રેક્ટર પોતાની પત્ની સરોજની ઉપર ચલાવી દીધું હતું. આ ઘટના બન્યા બાદ ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જેના કારણે તિવારી લાલ અને તેનું પરિવાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. ત્યારબાદ ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
મળતી માહિતી અનુસાર, સરોજિની નામની મહિલા તેના પતિ સાથે રહેતી ન હતી, પરંતુ તેના નામે ગામમાં થોડીક જમીન હતી. સરોજિની ખેતરમાં વાવણી કરવા જાય છે. ત્યારે તેનો પતિ તેની સાથે માથાકૂટ કરવા આવે છે. આ માથાકૂટ દરમિયાન પતિ પોતાની પત્નીનો જીવ લઈ લે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment