હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજ કરંટ લાગવાના કારણે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. વીરપુરના લીમરવાડામાં મોટી ઉંમરના એક વ્યક્તિ લોખંડના તાર પર સુકવેલા કપડાં લેવા ગયા ત્યારે તેમને કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા.
ત્યારબાદ તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધ વ્યક્તિની મૃત જાહેર કર્યા હતા. ચોમાસાની સીઝન આવે ત્યારે આવી ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. આ ઘટનામાં 55 વર્ષે કાળુભાઈ સોમાભાઈ પરમારનું મૃત્યુ નીપજ્યું છે.
તેઓ લીમરવાડા પંચાયત વિસ્તારમાં રહેતા હતા. મૃત્યુ પામેલા કાળુભાઈ ખેતી કામ સાથે જોડાયેલા હતા. મંગળવારના રોજ સાંજના સમયે કાળુભાઈ ઘરમાં લોખંડના તાર પર સુકવેલા કપડાં લેવા જાય છે. ત્યારે તેમને જોરદાર કરંટ લાગે છે અને તેઓ જમીન પર પડે છે.
આ ઘટના બનતા જ ઘરના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને કાળુભાઈ ને સારવાર માટે વીરપુર સરકારી દવાખાનામાં લઈ જાય છે. દવાખાનામાં હાજર ડોક્ટરે કાળુભાઈને વધુ સારવાર માટે બહાર રહી જવાની સૂચના આપી હતી.
ત્યારબાદ કાળુભાઈને 108ના મારફતે લુણાવાડા લઈ જવામાં આવે છે. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કર્યા બાદ કાળુભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કાળુભાઈના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ વીરપુર પોલીસને કરવામાં આવી હતી.
કાળુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં મોકલી દેવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાળુભાઈના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment