માતા-પિતા અને 8 વર્ષની દીકરીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું, 10 વર્ષનો દીકરો કહેતો હતો કે – બધા રૂમમાં લટકી રહ્યા છે…

હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં આજરોજ વહેલી સવારે માતા-પિતા અને તેની દીકરીનું મૃતદેહ ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટ પિતાએ પોતાના દીકરા પાસે લખાવ્યો હતો. આ સુસાઇડ નોટની અંદર ભાવનાત્મક બાબતો લખવામાં આવી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ઘરની બહાર રમી રહેલો 8 વર્ષનો દીકરો પડોશીને જણાવે છે કે, રૂમમાં બધા લટકાઈ રહ્યા છે મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. બાળકના આ શબ્દો સાંભળીને આસપાસના લોકો આ ઘટનાની જાણ પોલીસને કરે છે. આ ઘટના આગ્રામાં બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારે પોલીસને ઘરમાંથી 30 વર્ષીય સોનુ શર્મા, 28 વર્ષીય પત્ની ગીતા અને 8 વર્ષની દીકરી સૃષ્ટિનું મૃતદેહ મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર સોનુએ 15 વર્ષ પહેલા હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીના-સેક્ટર 12માં રહેતી ગીતા સાથે લવ મેરેજ કર્યા હતા. બંને ઘરેથી ભાગીને લવ મેરેજ કર્યા હતા.

ત્યારબાદ સોનુ અને ગીતા સાથે હરિદ્વાર રહેવા ચાલ્યો ગયો હતો. ત્યાં સોનું એક કારખાનામાં કામ કરતો હતો. સમગ્ર ઘટનાને લઈને સોનુની માતાએ જણાવ્યું કે, લગભગ 6 વર્ષ પહેલા સોનુનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં સોનુને ખંભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તે ભારે વજનની વસ્તુ ઉપાડી શકે તેમ ન હતો. જેના કારણે તે પોતાના ઘરે આગ્રા આવ્યો હતો.

ત્યાં તેને પોતાના ખંભાની સારવાર કરાવી અને તેનો ખંભો સારો થઈ ગયો. ત્યારબાદ તે પોતાની પિતાની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું હતું. લોકડાઉનના બે વર્ષ બાદ સોનુએ પોતાનું કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે ઘરે જ રહેતો હતો. સોનુના માતા પિતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. તેનો ભાઈ પહેલા માળી અને સોનુ પોતાના પરિવાર સાથે બીજા માળે રહેતો હતો.

સોનુ કામ પર જતો ન હતો તેથી તેના બાળકોનું ભણતર અધૂરું રહી ગયું હતું. બેરોજગારીના કારણે સોનુ ખૂબ જ કંટાળી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સોનુની માતાએ કહ્યું કે, બુધવારના રોજ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ સોનુનો 10 વર્ષનો દીકરો શ્યામ નીચે આવ્યો હતો. ત્યારે મેં તેને ઉપરથી કંઈક સામાન લેવા જવાનું કહ્યું હતું, પરંતુ તે જતો ન હતો.

આ અંગે શ્યામને મેં પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે, બધા લટકી રહ્યા છે મને ડર લાગે છે. ત્યારબાદ પરિવારના લોકોને આ ઘટનાની જાણ થઈ હતી અને તેઓ ઉપર ગયા ત્યારે ઉપરના માળે સોનું તેની પત્ની અને દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેદરકારીના કારણે સોનુએ આ પગલું ભર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*