હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ પૂજા હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. પૂજા અને તેની નાની બહેને સપના ઝુનઝુનુ શહેરના ઈન્દાલી દરવાજા પાસે ભાડાના મકાનમાં રહેતી હતી. બંને બહેનો REETની તૈયારી કરતી હતી. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ લગભગ 10:30 વાગ્યાની આસપાસ પૂજા રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી.
ઘણો સમય થઈ ગયો છતાં પણ પૂજા ઘરે પરત ફરી નહીં તેથી સપનાને ચિંતા થવા લાગી હતી. ત્યારબાદ સપના ઘરની બહાર નીકળીને પોતાની બહેનને શોધવા લાગી હતી. મકાનમાલિક પણ પૂજાને શોધવા લાગ્યા. ઘરથી થોડીક દૂર રેલવેના પાટા પર લોકોની ભીડ એકઠી થઈ હતી. તેથી મકાન માલિકને શંકા ગઈ અને મકાન માલિક ત્યાં પહોંચ્યા, ત્યારે તેને પૂજાનું મૃતદેહ ત્યાં પડેલું જોયું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સપના અને પૂજા ત્રણ મહિના પહેલા ઈન્દાલી ગેટ ખાતે ગેટ ખાતે ભાડાની રૂમમાં રહેવા આવી હતી. ત્યાં પૂજાની ઓળખ 30 વર્ષના પ્રીતમ નામના યુવક સાથે થઈ હતી.
બંને એકબીજાને મોબાઈલ પર મેસેજ પણ કરતા હતા. પ્રીતમ તેના પાર્ટનર મનજીત સાથે ઈન્દાલી ગેટ પાસે ભાડાના મકાનમાં રહેતો છે. સોમવારના રોજ પૂજા અને પ્રીતમ વચ્ચે ફોન પર મેસેજમાં વાત થઈ હતી અને ત્યારબાદ પૂજાય ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને પૂજાનો મોબાઇલ જપ્ત કર્યો છે.
પૂજા અને પ્રીતમ વચ્ચે શું વાત થાય તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ પૂજાનું પરિવાર ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પૂજાના પરિવારે પ્રીતમ અને મનજીત સામે ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીઓ પૂજાને હેરાન કરતા હતા.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પરિવારજનોનું કહેવું છે કે, બે યુવકો તેમની દીકરી પૂજાને જીવ ટૂંકાવા માટે પ્રેરિત કરવાનો અને મેસેજ કરવાનો આરોપ લગાવ્યો છે. પૂજાય જયપુર-સિકારી-સુરજગઢ ટ્રેનની સામે કૂદીને પોતાનું ટૂંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment